અમરેલીના રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં દોડધામ મચી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમરેલી પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ક્યારેક સિંહોના આંટાફેરા સામે આવે છે તો ક્યારેક દીપડો દેખા દે છે. આવુ જ બન્યુ રાજુલામાં, જ્યાં છતડિયા નજીક આવેલી શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના એક રૂમમાં દીપડો ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમમાં ઘુસી જતા દોડધામ મચી હતી. વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાને બહાર કાઢ્યો હતો. હોસ્પિટલમાં બાંધકામ ચાલી રહ્યુ છે ત્યારે આમતેમ પડેલા સામાન વચ્ચે દીપડો ક્યારે આવી ચડ્યો તેના તરફ કોઈનું ધ્યાન ગયુ ન હતુ. જાે કે હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે એક રૂમમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાને બહાર કાઢતા તે સીમ વિસ્તારમાં નાસી છુટ્યો હતો. દીપડો બહાર નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આપને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલા જ રાજુલાના વાવેરા ધારેશ્વર સીમ વિસ્તારમાં માનસિક સંતુલન ગુમાવી ચુકેલી સિંહણે આતંક મચાવ્યો હતો અને ત્રણ લોકો પર હુમલો કરી દીધો હતો. વનવિભાગે આ સિંહણને પાંટ્ઠજરે પુરી રેસ્ક્યુ કર્યુ હતુ. એનિમલ સેન્ટર ખાતે લઈ જઈ તેની બ્લડ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ હતી. જાે કે આ સિંહણને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોવાની આશંકા પણ સેવાઈ હતી. આ આતંક મચાવનાર સિંહણનુ ઘટનાના બે દિવસમાં જ મોત થયુ છે. સિંહણના સેમ્પલ લેવાયા છે. ત્યારે તેના સેમ્પલનો રિપોર્ટમાં જ સામે આવશે કે સિંહણ કઈ બીમારીથી જુજી રહી હતી.

Share This Article