કળયુગી કંસ : 8 વર્ષની બાળકીને શારીરિક અડપલા કર્યા, દિવાલ સાથે માથું ભટકાવી મોતને ઘાટ ઉતારી

Rudra
By Rudra 2 Min Read

જામનગર તાલુકાના સિક્કા ગામમાં 8 વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે.

મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા 2 માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેકના દીકરા અને માસી રૂપાબેનના દીકરા નીતિનભાઈ માણેકને ઘેર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યાં ત્રણેય બાળકીઓ સાથે રહેતી હતી. દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામા નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેને અવારનવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરીક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં બાળકીની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.

દરમિયાન ગઈકાલે સિક્કામાં ભરતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી, દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી. માતાએ ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા તેની અન્ય બે પુત્રીઓ ત્રણેયએ હૈયાફાટ રૂદન કર્યું હતું, સમગ્ર સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં 8 વર્ષની માસૂમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરિક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા એવા નિતીન માણેક સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.

Share This Article