પરશુરામ ભગવાનની શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે મણિનગરમાં બેઠક યોજાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તા. ૧/૫/૨૨ ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર ના યુવા પાંખ ના પ્રમુખ મિલનભાઈ પાઠક અને મહામંત્રી ઇષિતભાઈ ભટ્ટ દ્વારા દુન સ્કૂલ, મણીનગર ખાતે ૩/૫/૨૨ ના શ્રી પરશુરામ ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા ની તૈયારી ના ભાગરૂપે મણિનગરમાં બેઠક નું આયોજન રાખવામાં આવેલ.

મણીનગરના ઇતિહાસમાં બ્રહ્મ સમાજ ની આટલી મોટી બેઠક સૌ પ્રથમવાર યોજાઇ જેમાં ખૂબ જ ઉત્સાહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તમને માર્ગદર્શન આપવા બ્રહ્મ સમાજના વડીલ આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા.

Share This Article