કઠુઆના બિલવાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના કુલગામ બાદ હવે કઠુઆના બિલવર વિસ્તારમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયો હતો. આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ બાતમીના આધારે, સુરક્ષા દળોએ કઠુઆના બિલવાર ગામમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં જૈશના આતંકીઓ ફસાયેલા છે. બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

કુલગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા ૨ આતંકીઓ પાસેથી ઘણા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨ AK૪૭ રાઈફલ, ૫ મેગેઝીન, પિસ્તોલ અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કેટલાક ઇનપુટ્‌સના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જિલ્લાના અડીગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સેના, પોલીસ અને સીઆરપીએફએ સાથે મળીને વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સતર્ક છે અને કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં કોગ (મંડલી) ગામની સ્થિતિ જાેઈએ. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ બેરીકેટ લગાવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Share This Article