અમદાવાદીઓ માટે નવા વર્ષની શરૂઆતે ભવ્ય 3 દિવસીય મ્યુઝિકલ લાઈવ કોન્સર્ટ “શુભારંભ” નું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે ત્યાં જ અમદાવાદની UV ઈવેન્ટ્સ અમદાવાદીઓ માટે એક અનોખો મ્યુઝિકલ સંગમ લઈને આવી છે, જેનું નામ છે “શુભારંભ “- એક નવી શરૂઆત. નામ જાણીને આશ્ચર્ય થાય કે આ તે વળી હશે શું? “શુભારંભ” એ 3 દિવસીય કાર્યક્રમ છે જેમાં 22, 23 અને 24 એમ 3 દિવસ અલગ- અલગ સિંગર્સ/ બેન્ડના લાઈવ કોન્સર્ટ યોજાશે. “શુભારંભ”નું આયોજન અમદાવાદના શીલજ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. એમાં 22મી નવેમ્બરે ઈશાની દવે, 23મી નવેમ્બરે જીગરદાન ગઢવી તથા 24મી નવેમ્બરે અઘોરી બેન્ડનો લાઈવ કોન્સર્ટ યોજાશે. અમદાવાદમાં પ્રથમવાર 3 દિવસનો સળંગ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. UV ઈવેન્ટ્સના ઓનર અને આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝર પાર્થ બારોટનું માનવું છે કે અમદાવાદીઓને ખાસ ગુજરાતનું એક નવું નજરાણું મળે. તે માટે આ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ અંગેના એનાઉન્સમેન્ટ કાર્યક્રમમાં જીગરદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતા.

Share This Article