મોટાદડવા ગામે ૨૫ વર્ષીય દિવ્યાંગ મહિલા સાથે ત્રણ નરાધમ યુવાનોએ દુષ્કર્મ આચર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ત્રણે નરાધમોને આટકોટ પોલીસે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા

રાજકોટ :જસદણના મોટાદડવા ગામે દિવ્યાંગ યુવતીનો એકલતાનો લાભ લઈ ત્રણ નરધમોએ દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ મોટાદડવાના ગ્રામજનોએ આ ત્રણેય નરાધમો સામે ફિટકાર વરસાવ્યો હતો. અત્યંત વિકલાંગ માનસીક યુવતીનો એકલતાનો લાભ લેવા ત્રણેય નરાધમોને શરમ પણ ન આવી અને પોલીસે ત્રણે નરાધમોની ધરપકડ કરી હતી. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મોટાદડવા ગામે ૨૫ વર્ષીય દિવ્યાંગ મહિલા સાથે ત્રણ નરાધમ યુવાનોએ દુષ્કર્મ આચરતા પોલીસ પકડે એ પહેલા ગામના યુવાનોએ ત્રણેય નરાધમોને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધા હતા.

File 02 Page 10

સાથે જ મોટાદડવા ગામે ભર બપોરના સમયે પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની પુત્રી અત્યંત દિવ્યાંગ માનસિક ૨૫ વર્ષના વયની યુવતીનો એકલતાનો લાભ લઇ મોટાદડવાના રહેવાસી ત્રણ યુવાનો જેમાં ખોળ હોથી, અક્ષય બાબરીયા, હરેશ પરમાર આ ત્રણેય નરાધમોએ બપોરના સમયે આ યુવતીને બળજબરી સાથે દુષ્કર્મ આચરતા બાજુના રહેવાસીઓને ખ્યાલ આવતા દોડી ગયા હતા. જેમાં રહેવાસીઓ પહોંચે એ પહેલાં જ ચપ્પલ મૂકી નરાધમો ભાગી છૂટ્યા હતા. પરંતુ ગામના નવયુવાનોએ આ દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર સામે ફિટકાર વરસાવ્યો હતો. આટકોટ પોલીસ સ્ટેશન જાણ કરી હકીકત જણાવી હતી અને ગામના યુવાનોએ ગણતરીની કલાકોમાં પોલીસનું કામ આસાન કરી દીધું હતું અને આટકોટ પોલીસ હવાલે આ ત્રણેય નરાધમોને પકડી પોલીસ સ્ટેશન હાજર કર્યા હતા. માનસિક દિવ્યાંગ યુવતી બપોરના સમયે ઘરે એકલી હતી ત્યારે ત્રણે નરાધમોમાંથી અક્ષય બાબરીયા નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય બે આરોપી દ્વારા મદદ કરવામાં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલ તો ત્રણે નરાધમોને આટકોટ પોલીસે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Share This Article