શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા અભ્યાસક્રમ ચાલે છે ?? ધોરણ-12 પછી કયા કયા પ્રોફેશનલ કોર્સ કરી શકાય? વિદેશમાં જઈને ભણવા ઇચ્છુક બાળકો માટે કઈ કઈ અભ્યાસલક્ષી તક સમાયેલી છે , એ બાબતે વાલી મિત્રો અને વિદ્યાર્થિ મિત્રોને અવગત કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. મણિનગર સ્થિત નવકાર ઇન્સ્ટીટ્યુટ, અને જરમર ઇમિગ્રેશનના સહકારથી આ કાર્યક્ર્મને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કેરિયર ગાઈડન્સ સેમિનારમાં 120 થી વધુ બાળકો તથા વાલી મિત્રો જોડાયા હતા.
શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટના સંચાલક શ્રી શીતલભાઈ શાહના જણાવ્યા મુજબ “ નજીકમાં આવી રહેલી બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઑમાં સૌથી વધુ મુંજવતો પ્રશ્ન પોતાના કેરિયર માટેનો હોય છે , વિધાર્થી પોતાની કારકિર્દી માટે સજાગ રહે તેમજ આવનારા સમયમાં તેઓને એક ચોક્કસ દિશા મળે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. “ સેમિનારના મુખ્ય વક્તા શ્રી નરેશભાઇ પ્રજાપતિ (KD ફિલ્મ્સ ડિરેક્ટર, મોટીવેશનલ ટ્રેનર) , શ્રી જગતભાઈ પટેલ ( ડિરેક્ટર – જરમર ઇમિગ્રેશન ) , તથા શ્રી આદિત્ય પટેલ (માર્કેટિંગ મેનેજર – નવકાર ઇન્સ્ટીટ્યુટ ) દ્વારા કાર્યક્ર્મને ખુબ જ જ્ઞાનવર્ધક બનાવવામાં આવ્યો હતો.