અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા ફ્લેટ પાસે બનવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગણતરીની ક્ષણોમાં આગ પર ત્વરિત કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કારને વધુ નુક્શાન થતા અટક્યું હતુ. કારમાં આગ લાગવાની આ ઘટનામાં કારના બોનેટના એન્જિનમાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી.
અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના...
Read more