જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે પિયુષ પરમાણની આગેવાનીમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે માંગરોળ ટાવર ચોકથી નિમલા ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લીમડા ચોકમાં કેન્ડલ જલાવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબીની આ દુર્ઘટનાથી ભલભલાના કાળજા કંપાવી નાખે તેવા બનાવમા નાના બાળકો સહિત ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા તે ઘટનાથી સમગ્ર મોરબી સહિત ગુજરાતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ધટનાને લઇને માંગરોળમાં પિયુષ પરમારની આગેવાનીમાં યુવાનોએ કેન્ડલ માર્ચ યોજી મોરબી દુર્ઘનામાં મુત્યુ પામેલા સદગત લોકોને ભાવભેર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તેમની આત્માની શાંતિ માટે અને ઘાયલ થયેલા લોકોના સ્વસ્થ જીવન માટે ભગવાનને પ્રાથના કરવામા આવી હતી.
6 રમત અને 600 ખેલાડી, માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આકર્ષણનું કેન્દ્ર, દરિયા કિનારે જામશે રમતનો રંગ
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10...
Read more