બોગસ ડૉક્ટરે હોસ્પિટલમાં એક દર્દીનું બે વાર ઓર્થોપેડીકનું ઓપરેશન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં અવારનવાર બોગસ તબીબ ઝડપાતા હોય છે, સર્ટીફિકેટ ન હોવા છતા ઘણા લોકો બોગસ ડિગ્રી બનાવી ડૉક્ટર બની પ્રેક્ટિસ કરતા હોય છે. ત્યારે આ પ્રકારનો જ એક બોગસ તબીબનો કેસ તાપી જિલ્લામાં સામે આવ્યો હતો. તાપીમાં ગત તારીખ ૬ મેના રોજ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાબતે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે.  બોગસ તબીબ હેમંત પાટીલને પોલીસે જંબુસરની એક હોટલમાંથી ઝડપી પાડ્યો છે. 

બોગસ તબીબ સોનગઢની લોકમાન્ય તિલક મલ્ટીસ્પેશિયલીસ્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. આ બોગસ ડૉક્ટરે હોસ્પિટલમાં એક દર્દીનું બે વાર ઓર્થોપેડીકનું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન નિષ્ફળ જતા તબીબ પર શંકા જતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  સમગ્ર ગુનામાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા બાદ ફરાર મુખ્ય આરોપી એવા બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો છે.

Share This Article