કોહલીએ ગર્લફ્રેન્ડને માર્યો ઢોરમાર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

બિગબોસ ફેમ અભિનેતા અરમાન કોહલી વિવાદમાં ફસાયા છે. અરમાન કોહલી તેની ગર્લફ્રેન્ડના લીધે વિવાદમાં ફસાયા છે. અરમાનની ગર્લફ્રેન્ડનું નામ નિરુ રંધાવા છે. અરમાન પર આરોપ છે કે, રવિવારે રાત્રે જૂહુ વિસ્તારમાં આવેલા તેના બંગલા પર પોતાની જ ગર્લફ્રેન્ડ નિરુ સાથે મારપીટ કરી હતી. કોહલીની ગર્લફ્રેન્ડ નિરુએ સાંતાક્રુઝ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે.

અરમાનની ગર્લફ્રેન્ડ દુબઇથી મુંબઇ પોતાનું કરિયર બનાવવા માટે આવી હતી. નિરુ વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. મુંબઇ આવ્યા  બાદ નિરુની ઓળખાણ અરમાન સાથે થઇ હતી. 2015માં તેઓ સંપર્કમાં આવ્યા હતા, બાદમાં તેઓની મિત્રતા થઇ હતી અને બંનેએ લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું હતુ.

સમાચાર મુજબ અરમાને નિરુને બેલ્ટથી માર માર્યો હતો અને બાદમાં માથુ પણ દિવાલ પર પછાડ્યું હતું. જેની તસવીર સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ હતી. નિરુનો આરોપ છે કે, અરમાન તેને ઘણી વાર માર મારે છે. આ અગાઉ પણ અરમાને નિરુ સાથે મારપીટ કરી છે. આ ત્રાસ સહન ના થતા નિરુ પરત દુબઇ ચાલી ગઇ હતી. બાદમાં અરમાને લગ્નની લાલચ આપીને તેને પાછી ભારત બોલાવી હતી.

ફરિયાદ બાદ પોલીસ અરમાનના ઘરે ગઇ હતી, પરંતુ અરમાન ત્યાં હાજર ન હતો. ઉલ્લેખનિય છે કે, અરમાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુન મુન દત્તા સાથે પણ અફેર રહી શક્યું છે. તે સિવાય તનિષા મુખર્જી સાથે પણ તેનું અફેર રહી ચુક્યું છે.

Share This Article