દિલ્હીઃ મે ૨૦૧૮માં કુલ જીએસટી રેવન્યુ આવક કૂલ મળીને ૯૪,૦૧૬ કરોડ રૂપિયા રહી, જેમાં ૧૫,૮૬૬ કરોડ રૂપિયાનો જીએસટી, ૨૧, ૬૯૧ કરોડ રૂપિયાનો એસજીએસટી, ૪૯,૧૨૦ કરોડ રૂપિયાનો આઈજીએસટી (આયાત પર સંગ્રહિત ૨૪,૪૪૭ કરોડ રૂપિયા સહિત) અને ૭,૩૩૯ કરોડ રૂપિયાનો ઉપકર કે સેસનો સમાવેશ થાય છે. ૩૧ મે, ૨૦૧૮ સુધી એપ્રિલ મહીના માટે કૂલ ૬૨૪૭ લાખ જીએસટીઆર ૩બી રિટર્ન નોંધવામાં આવ્યો.
મે ૨૦૧૮માં નિકાલ બાદ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા કુલ કમાવેલી રેવન્યુ સીજીએસટી માટે ૨૮,૭૯૭ કરોડ રૂપિયા રહ્યો અને એસજીએસટી માટે ૩૪,૦૨૦ કરોડ રૂપિયા રહ્યો.
તેમ છતા વર્તમાન રેવન્યુ આવક પાછલા મહીનામાં રેવન્યુમાં કૂલ રેવન્યુ આવક ૯૪,૦૧૬ કરોડ રૂપિયા છે, જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 89,885 કરોડના માસિક જીએસટી સરેરાશ સંગ્રહ કરતા વધારે છે. વર્ષના અંતના કારણે એપ્રિલનો રેવન્યુ આંકડો વધુ રહ્યો.
૨૯ મે, ૨૦૧૮ના રોજ રાજ્યોને માર્ચ ૨૦૧૮ માટે જીએસટી ક્ષતિપૂર્તિના રૂપમાં ૬૬૯૬ કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ માટે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ (જુલાઇ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ સુધી) રાજ્યોને ૪૭,૮૪૪ કરોડ રૂપિયાની રકમ કુલ જીએસટી ક્ષતિપૂર્તિના રૂપમાં આપવામાં આવી.