કેમ છો મિત્રો? તો તૈયાર? દુનિયાના અન્ય દેશોથી ખુબ અલિપ્ત રહેલા ભૂતાનમાં ૧૯૬૦ સુધી તો દાખલ થવું ખુબ મુશ્કેલ હતું. ત્યાં જવા માટે માત્ર બે જ રસ્તાઓ હતા એક ઉત્તરમાં અને બીજો દક્ષિણમાં. અને તે પણ માત્ર પગપાળા એટલેકે ચાલીને જ જઈ શકાય તેવા!!! હવે આ બંને રસ્તાઓમાં ઉત્તરનો તિબેટના પર્વતીય પ્રદેશમાંથી ચાલતા પાર કરવો પડે, જે વર્ષના છ મહિના બરફને લીધે બંધ થઇ જતો. જયારે દક્ષિણનો રસ્તો ભારતના આસામના ગાઢા જંગલોમાંથી
પસાર થતો તેપણ અત્યંત મુશ્કેલ હતો. જે પણ હોય હવે ત્યાં રોડ પણ બની ગયા છે. આજે તો આ દેશ ભારતના બંગાળ અને આસામ રાજ્યો સાથે પાકા રસ્તાઓથી જોડાઈ ગયો છે. દરેક પ્રવાસીઓ માટે વિઝા હોવો ફરજીયાત છે જે અગાઉથી મેળવી લેવો પડે છે. વળી ભૂતાનમાં આવતા પહેલા ટુર ઓપરેટર દ્વારા તમારો આખો પ્રવાસ આરક્ષિત કરાવવો જરૂરી છે. જે માત્ર ભુતાનની ટ્રાવેલ કંપની કે તેમના આંતરરાષ્ટ્રીય પાર્ટનર દ્વારા જ બુક કરાવી શકાય છે. ભારત, બાંગ્લાદેશ અને માલદીવના નાગરિકો માટે કેટલીક છૂટ છે. તેમને વિઝા અગાઉથી લેવાની જરૂર નથી, ટુર ઓપરેટર દ્વારા પ્રવાસ બુક કરાવવાની પણ જરૂર નથી. આથી ભારતીય નાગરિકોને પ્રવાસ સરળને થોડો સસ્તો પણ પડે છે. ભારતીય નાગરિકો માટે પાસપોર્ટ કે વોટર્સ કાર્ડ કોઈ પણ એક બતાવીને દાખલ થઇ શકાય છે. ચાલો તો મુસાફરીનો આરંભ કરીએ. દિલ્હી, કલકતા, મુંબઈ, ગૌહાટી, બોધગયા, બંગ્કોક, ઢાકા, કાઠમંડુ, સિંગાપોર વગેરે હાવાઈ મથકો ઉપરથી સીધી ફ્લાઈટ મળે છે જે ભૂતનના પારો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોચાડે છે. આ ઉપરાંત ભૂતાનમાં અંદર ફરવા માટે ડોમેસ્ટિક હવાઈ અડ્ડાઓ પણ છે. જો તમારે રોડ મુસાફરી કરવી હોય તો તે પણ શક્ય છે. માત્ર ભૂતન દેશમાં જ નહિ પણ જો તમે ભારતથી જવા માંગતા હો તો તમારે હવાઈ મુસાફરી કરવી જરૂરી નથી. PHUENTSHOLING પાસેની રોડ બોર્ડર ક્રોસ કરીને લગભગ છ થી સાત કલાકની રોડ મુસાફરી કરીને પાટનગર થીમ્ફું જઈ શકો છો. આમ ભારતથી મુસાફરી
કરનારાઓને સસ્તું પણ પડે છે. શરત માત્ર એટલી કે તમારી પાસે સમય હોવો જોઈએ. આમ તો તમે જ્યારે ટુર બુક કરવો ત્યારે બધુ અગાઉથી નક્કી થઇ ગયું હોય તેથી તમારે કોઈ વ્યવસ્થા જાતે નકારવી પડેને સુગમતા રહે. તો હવે તમે ભૂતાન પહોચી ગયા. તો ચાલો હવે ફરવાનું, જોવાનું, જાણવાનું ને માણવાનું શરુ કરીએ. ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા.’ પણ આખો દેશ એવી રીતે ના ફરાય તમારે ગાઈડની જરુર પડે જ ને? તમારી ટુરિસ્ટ કંપનીને એ વાત ખબર જ છે. પૂરી તાલીમ લીધેલા સરકારી નોધણીમાં નોંધાયેલા ગાઈડને જ ટુરિસ્ટ કંપનીઓ નોકરીએ રાખે છે. તેમના ગાઈડ અગ્રેજી ઉપરાંત જર્મન, જાપાનીસ, હિન્દી એમ કોઈ અન્ય બે-ત્રણ ભાષના જાણકાર હોય છે. જો તમે જાતેદ્રીવિંગ કરવા માંગતા હો તો તમારી પાસે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું ફરજીયાત છે. જોકે ભુતાની ડ્રાઈવર પહાડી રસ્તાઓમાં વધારે ચોકસાઈથી કાર ચાલી શકે છે. અરે! ફરવા નીકળતા પહેલા ક્યાંક રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે ને? તો તેના વિશેની માહિતી આપણે આવતા અંકમાં જોઈશું.
~ નિસ્પૃહા દેસાઈ
(Khabarpatri.com)