નવસારી: નવસારી અબ્રામા એન્જિનીયરીંગ કોલેજમાં ઇલેકટ્રીકલ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક એવું ડીવાઇઝ તૈયાર કર્યું છે, જેના થકી ઇલેકટ્રીક પ્રવાહ વહન કરવા કયાં મુશ્કેલી ઊભી થઇ છે તેની તરત જ જાણકારી મળી રહે છે. આ ડીવાઇઝ પ્રો. ધવલ ગાયકવાડના માર્ગદર્શન હેઠળ ઇલેકટ્રીકલ વિભાગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાવિક એ. સરૈયા, પ્રવીણ વી પુરોહિત, ક્રિષ્ના સી પવાર અને નીલય ડી પટેલની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ભાવિક સરૈયાના જણાવ્યા અનુસાર આ ડીવાઇઝ દક્ષિણ ગુજરાત વીજ કંપની કાપોદ્રા સુરત કોર્પોરેટ ઓફિસ સાથે કન્સલ્ટન્સીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ડીવાઇઝ ટ્રાન્સીમીટર પર લગાડવામાં આવે તો કયાં ફોલ્ટ થયો છે તે બતાવી દે છે. આ ડીવાઇઝના કારણે લાઇન ફોલ્ટ કે અન્ય ફોલ્ટ હોય તો તરત જ દૂર કરી શકાય છે. ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. ડીવાઇઝના કારણે તરત ફોલ્ટ દૂર થવાથી આર્થિક ફાયદો પણ થશે.