Ahmedbad | ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ દ્વારા આયોજિત ‘ન્યુવોકો સૌથી ખાસ ગરબા સીઝન-2’ની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાઈ હતી. જાણીતી બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર આ કાર્યક્રમમાં સેલિબ્રિટી જજ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતની ગરબા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિજેતા ગ્રુપ માટે ₹11 લાખનું ભવ્ય ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ચાર શહેરોનાં ગરબા ગ્રુપ્સે લીધો ભાગ
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 11થી 19 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિના નવ દિવસોમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગરબા ગ્રુપ્સે પોતાની નૃત્યકળા, સર્જનાત્મકતા, પરંપરાગત રજૂઆત અને ઉત્સાહનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં ગ્રુપના તાલમેલ, નૃત્ય કૌશલ્ય, ઊર્જા, પરંપરાગત રજૂઆત અને અન્ય નિર્ધારિત માપદંડોના આધારે પ્રસ્તુતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
ન્યુવોકો દ્વારા આયોજિત આ પહેલનો હેતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને ગરબાની વિરાસતને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક ગરબા ગ્રુપ્સને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ મળ્યો હતો.
કંપનીના માર્કેટિંગ, ઇનોવેશન અને સેલ્સ એક્સેલન્સ વિભાગના પ્રમુખ ચિરાગ શાહે જણાવ્યું હતું કે ગરબા ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવ, સામુદાયિક ભાવના અને એકતાનું પ્રતીક છે. ‘સૌથી ખાસ ગરબા’ દ્વારા કંપની સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને ગુજરાતની પરંપરાઓ સાથે જોડાણ મજબૂત બનાવવા માગે છે.
ન્યુવોકો તેની 10 વર્ષની સફર ‘દસ સાલ બેમિસાલ’ થીમ હેઠળ ઉજવી રહી છે. ‘સૌથી ખાસ ગરબા સીઝન-2’ જેવી પહેલ દ્વારા કંપની ગુજરાતની સંસ્કૃતિ અને સ્થાનિક સમુદાયો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
