રાગ દરબારી કાનડા
કવિ વર કહે છે…
મનમાં ફાગણ મનમાં શ્રાવણ,
મનમાં મીઠી આવાં-જાવણ;
મનમાં મળવું મનમાં ભળવું,
મન મંદિરમાં મૌન અજવાળું.
કર્મ કર્યા વગર જીવવુ એ માનવ માટે બહુ જ કપરો ટાસ્ક છે. નિષ્કામ કર્મ સાથે દોસ્તી થઈ જાય તો પછી ભયો ભયો જ કહેવાય.
કવિના શબ્દો જ્યારે પુષ્પ બની ને સર્જન પામે અને તેનું ખીલવું એ પણ મઘમઘતી સુવાસ સાથે એય એક અવિસ્મરણીય ઘટના જ છે. વાંસળીના સુરમહી કાનાની હાજરી અનુભવતી ગોપીઓના સંવેદનો ઝીલવા એ ક્યારેક કાનજી માટેય કપરું થઈ પડતું હશે. પહેલાના ફિલ્મી જગતમાં કૃષ્ણતત્વને જ્યારે ગીત, સંગીત, શબ્દોમાં ઢાળતા ત્યારે જે કૃતિઓનું સર્જન થતું એ માત્ર કર્ણપ્રિયના રહેતા હ્રદયસ્થ જ બનતી. રાગ દરબારી કાનડા વિશે કઇંક આવુજ કહી શકાય.
ફિલ્મ બેટીબેટેનું ગીત જે રફી સાહેબના અવાજમાં ગવાયેલું છે. રાધિકે તુને બંસરી ચુરાઈ સંપૂર્ણ શાસ્ત્રીય રાગ દરબારી કાનડા છે.
પૌરુષત્ય ગુણો ધરાવતો આ રાગ બેઇઝડ ગીતો પુરુષ અવાજ માં વધુ શોભે છે. સામાન્યતઃ મન્દ્ર અને મધ્ય સપ્તકમાં ગવાતો આ રાગ વારંવાર અકબરના દરબારમાં ગવાતો હોવાથી મૂળ રાગ કાનડા કરતા કઇંક જુદો જ સમજાતો હોવાથી રાગ દરબારી કાનડા તરીકે ઓળખાયો. જોકે કાનડા રાગના ઘણા પ્રકાર છે. સહાના કાનડા, નાયકી કાનડા, અભોગી કાનડા વગેરે.
અસાવરી થાટનો આ રાગ થોડી ગંભીર પ્રકૃતિનો હોવાથી અને મધ્યરાત્રીએ ગવાતો હોવાથી થોડા ગંભીર અને શાંત મિજાજી ગીતોની રચના આ રાગ હેઠળ થઈ છે.
મુકેશજી દ્વારા ગવાયેલ પ્રથમ ગીત દિલ જલતા હે તો જલને દે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે. તદુપરાંત ફિલ્મ આવારાનું ગીત હમ તુજસે મહોબ્બત કરકે સનમ પણ આ જ રાગમાં છે. ફિલ્મ કાજલનું ગીત તોરા મન દર્પણ કહેલાયે પણ રાગ દરબારી ની રચના છે.
રફી સાહેબના કંઠે ગવાયેલું અને ફિલ્મ દિલ દિયા દર્દ લિયાનું ગીત ગુઝરે હે આજ ઇશ્ક મેં હમ ઉસ મકામ સે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે. મને ખુબ ગમતીલા ગીતો પૈકી નૌશાદજી દ્વારા સ્વરબદ્ધ કરાયેલું ફિલ્મ બૈજુ બાવરાનું ગીત ઓ દુનિયા કે રખવાલે, સૂન દર્દ ભરે મોરે રાગ દરબારી બેઇઝડ છે.
રાગ દરબારી કાનડાની અન્ય રચનાઓ માં…..
- મહોબ્બત કઈ જૂઠી કહાની પે રોયે
- તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા
- મુજે ટુંસે કુછ ભી ન ચાહીએ મુજે મેરે
- પગ ઘૂંઘરૂં બાંધ મીરા નાચી રે
- સુર ના સજે કયા ગાઉં મેં
- જનક જનક તોરી બાજે પાયલીયા
ગીતો ઉલ્લેખનીય છે.
એક આલા દરજ્જાના સંગીતકાર સજાદ હુસૈન દ્વારા ઉપરોક્ત રાગ બેઇઝડ એક મસ્ત કૃતિ સર્જી છે. એ હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પે નિસાર હે ફિલ્મ સંગદિલનું આ ગીત અવિસ્મરણીય છે.
આ સંગીતકારની છાપ બહુ મગરૂર પ્રકારની હતી. પોતાને જોઈતા સુર ના મળે તો એ લતા જી જેવા ગાઈકા નેય લમધારી નાખતા. ઉપરોક્ત ગીતના રેકોર્ડીંગ સમયે એક વાર દિલીપ કુમારે હુસૈન ને કહ્યું કે, એક તરજમાં સુધારો કરો. ત્યારે હુસૈને એમને રોકડુ પરખાવ્યું હતું કે, એક વાર બોલ્યો, હવે બોલતો નહીં. તું મને સંગીત શીખવે એ દિવસો હજુ આવ્યા નથી. દિલીપ સાબની સંગીત સમજ સારી હતી, પણ આ સ્તરે તો એય પહોંચી શકે એમ નથી. હુસૈનના આ પ્રકારના સ્વભાવને કારણે સંગીત ક્ષેત્રે નામ દામ તો ના અપાવ્યા પણ હુસૈનની આ શક્તિઓને દુશ્મન પણ પડકારી શકે તેમ નથી….
તો ચાલો મિત્રો આજે રાગ દરબારી કાનડાની અદ્ભૂત રચનાઓ પૈકી એકાદ રચના સાંભળીયે…..
આરોહ: સા રે ગ (કોમળ) મપધ (કોમળ) નિ (કોમળ) સા
અવરોહ: સા ધ (કોમળ) નિ (કોમળ) પ મપ ગ (કોમળ) મ રે સા
વાદી: રે સંવાદી: પ
જાતિ: સંપૂર્ણ
થાટ: આસાવરી.
સમય: મધ્યરાત્રી
તો ચાલો મિત્રો આજે રાગ દરબારી કાનડા ની અદ્ભૂત રચનાઓ પૈકી એકાદ રચના સાંભળીયે…..
गीतकार : राजेन्द्र कृष्ण,
गायक : तलत मेहमूद,
संगीतकार : सज्जाद,
चित्रपट : संगदिल (१९५२)
ये हवा, ये रात ये चांदनी, तेरी एक अदा पे निसार है,
मुजे क्यो ना हो तेरी आरजू, तेरी जुस्तजू मे बहार है,
तुजे क्या खबर है, ओ बेखबर,
तेरी एक नजर मे है क्या असर,
जो गजब मे आये तो कहर है,
जो हो मेहराबा तो करार है..
तेरी बात बात है दिलनशी,
कोइ तुज से बढ़ के नही हसी,
है कली कली पे जो मस्तिया,
तेरी आंख का ये खुमार है ।
~~~~~~~
और दूसरा गीत जो एक बढ़िया भजन है ।
फ़िल्म: काजल / Kaajal (1965)
गायक/गायिका: आशा भोंसले
संगीतकार: रवि
गीतकार: साहिर लुधियानवी
अदाकार: धर्मेंद्र, मीना कुमारी, पद्मिनी, राज कुमार
प्राणी अपने प्रभु से पूछे किस विधी पाऊँ तोहे,
प्रभु कहे तु मन को पा ले, पा जयेगा मोहे,
तोरा मन दर्पण कहलाये – 2
भले बुरे सारे कर्मों को, देखे और दिखाये
तोरा मन दर्पण कहलाये – 2
मन ही देवता, मन ही ईश्वर, मन से बड़ा न कोय
मन उजियारा जब जब फैले, जग उजियारा होय
इस उजले दर्पण पे प्राणी, धूल न जमने पाये
तोरा मन दर्पण कहलाये – 2
सुख की कलियाँ, दुख के कांटे, मन सबका आधार,
मन से कोई बात छुपे ना, मन के नैन हज़ार,
जग से चाहे भाग लो कोई, मन से भाग न पाये,
तोरा मन दर्पण कहलाये – 2
तन की दौलत ढलती छाया मन का धन अनमोल,
तन के कारण मन के धन को मत माटि मेइन रौंद,
मन की क़दर भुलानेवाला वीराँ जनम गवाये,
तोरा मन दर्पण कहलाये – 2
આર્ટીકલ:- મૌલિક સી. જોશી