આજકાલ બીમારીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે પ્રમાણે જોતા લોકો એલોપેથી કરતાં આયુર્વેદ તરફ વધુ વળ્યાં છે. આયુર્વેદિક સારવાર પર હવે લોકો વધુ ભરોસો કરી રહ્યાં છે કેમકે આયુર્વેદિક દવાઓથી કોઈ આડઅસર થતી નથી. આ વસ્તુને ધ્યાનમાં લઈને ગાંધીનગર મેડિકલ કોલેજનાં તબીબી અને પ્રોફેસરોએ એક પહેલ કરી છે.
પ્રોફેસરો દ્વારા ગાંધીનગર મેડીકલ કોલેજનાં વિશાળ પટાંગણમાં આયુર્વેદિક ઔષધીય વન તૈયાર કરાયું છે. તેમાં વિવિધ ઓષધિ વનસ્પતિ જેવી કે મગજનાં રોગોમાં ઉપયોગી બ્રાહ્મી, સ્ત્રી રોગમાં ઉપયોગી સતાવરી, ચામડીનાં રોગ માટે એલોવેરા, હદય રોગ માટે અર્જુન તે ઉપરાંત નગોળ, પારીજાત, બિલી, સરગવો, અરડુસી, બીલી અને તુલસી ઉગાડવામાં આવી છે.
એ ઉપરાંત મેડિકલ કોલેજની વિવિધ જગ્યાઓમાં પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં પીપળાના વૃક્ષો વધુ ઉગાડવામાં આવ્યા છે. તેઓની વિચારસરણી એવી છે કે આવનારી પેઢીને આયુર્વેડ તરફ વાળવા માટે અત્યારથી જ પ્રયત્નો કરવા પડશે.