કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ નવી દિલ્હીમાં આઈએનએસવી તારિણીની ટીમને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭થી સમ્માનિત કરી. તારિણી આઈએનએસવી તારિણીની ટીમના તમામ સભ્યો મહિલાઓ છે. ટીમની સભ્ય, લેફ્ટનેંટ વર્તિકા જોશી, લેફ્ટનેંટ કમાંડર પ્રતિભા જામવાલ, લેફ્ટનેંટ કમાંડર સ્વાતિ પતરપલ્લી, લેફ્ટનેંટ એશ્વર્યા વોડાપટ્ટી, લેફ્ટનેંટ એસ.એચ. વિજયા દેવી તથા લેફ્ટનેંટ પાયલ ગુપ્તાને પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં.
આ પ્રસંગ્રે મેનકા ગાંધીએ ટીમના સભ્યોમે અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે આઈએનએસવી તારિણી ભવિષ્યની પેઢીયોને એવા ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપે છે, જેમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી રહી છે. તેમણે આગળ કહ્યું કે નારી શક્તિ પુરસ્કાર, અનુકરણીય સાહસ તથા ટીમ ભાવના માટે તારિણી ટીમને આભાર વ્યક્ત કરવાની દિશા તરફ એક પગલુ છે.
ભારતીય નૌકાદળ જહાજ તારિણીની ચાલક દળ ભારતીય નૌકાદળથી વિશિષ્ટ યોજના નાવિકા સાગર પરિક્રમાનો એક ભાગ છે, જેની તમામ સભ્યો મહિલાઓ છે. આ યોજના અંતર્ગત સાગરની પરિક્રમા કરવામાં આવે છે, સમુદ્રી જહાજ ગતિવિધિયોને પ્રોતેસાહિત કરવામાં આવે છે તથા મહિલા સશક્તિકરણ માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરવામાં આવે છે. ચાલક દળની દરેક સભ્યને ઓછામાં ઓછુ ૨૦,૦૦૦ સમુદ્રી માઇલ નૌકા જહાજનો અનુભવ પ્રાપ્ત છે. આ યોજનાનું લક્ષ્ય વિશ્વ મંચ પર નારી શક્તિને પ્રદર્શિત કરવાનો છે. સ્વદેશી તકનીક દ્વારા નિર્મિત આઈએનએસવી તારિણીના માધ્યમથી મેક ઇન ઇન્ડિયા પહેલને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું.
મહિલા ચાલક દળને નેતૃત્વ લેફ્ટનેંટ વર્તિકા જોશીએ કર્યું તથા સાગર પરિક્રમાની આ યાત્રાનું સંચાલન કર્યું. આ યાત્રામાં કુલ ૨૫૪ દિવસ લાગ્યા. તેમાંથી ૧૯૯ દિવસ સમુદ્રમાં વિતાવ્યા હતી અને ૨૧૬૦૦ સમુદ્રી માઇલનું અંતર કાપ્યુ હતું. ગોવામાં થયેલી ઘર પરત ફરવા પહેલા આઈએનએસવી તારિણી ઓસ્ટ્રેલિયાના ફ્રેમેંટલ, ન્યુઝીલેંડ, ફોકલેંડના પોર્ટ સ્ટેનલી, દક્ષિણ આફ્રિકાની કેપટાઉન તથા અંતમાં મોરીશિયસ બંદર પર વિશ્રામ કર્યો હતો. કેપ્ટન દિલીપ ડોંડેએ તમામ છ મહિલા સભ્યોને ત્રણ વર્ષો સુધી પ્રશિક્ષણ આપ્યું હતુ. કેપ્ટન દિલીપ ડોંડે ૨૦૦૯ અને ૨૦૧૦ની વચ્ચે એકલા સાગર પરિક્રમા કરનારી પ્રથમ ભારતીય છે.