અમિતાભ બચ્ચન એ વિશ્વમાં જાણીતુ નામ છે. બોલિવુડમાં તેમનુ રાજ રહ્યું છે અને 75 વર્ષની ઉંમરે પણ તેઓ બોલિવુડમાં સક્રિય છે. દરેક પ્રકારની ફિલ્મો અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ કરી રહ્યા છે. અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન નંદા હવે એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કરી રહી છે. અત્યાર સુધી મોટા પરદાથી દૂર રહેનાર શ્વેતા બચ્ચન નંદા હવે એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે.
એક એડ દ્વારા તે એક્ટિંગ કરિયરની શરૂઆત કરશે. અમિતાભ અને તેમની દીકરીની તસવીરો સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહી છે. જેમાં તે શૂટીંગ કોશચ્યુમમાં દેખાઇ રહી છે. આ તસવીરોમાં તે અમિતાભ બચ્ચનને ચાલવામાં મદદ કરી રહી છે. તસવીર જોઇને તો એવું જ લાગી રહ્યુ છે કે બંને પિતા-પુત્રીનો રોલ જ કરી રહ્યા છે. અમિતાભ તેમનો દીકરો અભિષેક અને વહુ એશ્વર્યા મોટા ગજાના કલાકારની લિસ્ટમાં તો છે જ પરંતુ હવે બચ્ચનની દીકરી આ કડીમાં જોડાવા જઇ રહી છે.
શ્વેતા બચ્ચન નંદા અત્યાર સુધી લાઇમ લાઇટથી પણ દૂર રહી હતી. થોડા સમય પહેલા ભાભી એશ્વર્યા સાથે ના બનતુ હોવાની વાતને લઇને શ્વેતા ચર્ચામાં હતી. બાદમાં એશ્વર્યાને આ બાબત વિશે પુછવામાં આવતા તેણે જણાવ્યુ હતુ કે તેવું કાંઇ જ નથી. તેની અને નણંદ શ્વેતા બંનેને ખૂબ સારુ બને છે.
હવે આ એડ બાદ શ્વેતા ફિલ્મોમાં પાપા પગલી કરે છે કે કેમ તે તો સમય જ બતાવશે.