વરુણ ધવનએ પોતાની ફિલ્મ બોર્ડર 2 ના કો-સ્ટાર દિલજીત દોસાંઝની દિલથી પ્રશંસા કરી. બંને કલાકારો 2026માં રિલીઝ થનારી બહુપ્રીતિક્ષિત દેશભક્તિ ફિલ્મ બોર્ડર 2 માં સાથે નજર આવશે.
ફિલ્મના મેકર્સે તાજેતરમાં તેનો જબરદસ્ત ટીઝર લોન્ચ કર્યો છે, જેમાં દેશભક્તિથી ભરપૂર કહાનીની ઝલક જોવા મળે છે. ટીઝર લોન્ચ ઇવેન્ટમાં વરુણ ધવન હાજર રહ્યા હતા, જ્યારે દિલજીત દોસાંઝ તેમાં સામેલ થઈ શક્યા નહોતા. તેમ છતાં, વરુણે મંચ પરથી દિલજીતની મહેનતની ખુલ્લેઆમ પ્રશંસા કરી.
વરુણે કહ્યું,
“તેમણે પણ આ ફિલ્મ માટે પોતાનું લોહી-પસિનો વહાવ્યો છે. તેઓ આ ફિલ્મમાં PVC નો પાત્ર ભજવી રહ્યા છે. હું તેમની તરફથી પણ સૌનો આભાર માનું છું.”
આ દરમિયાન દર્શકોએ તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું.
બોર્ડર 2 ના ટીઝરમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી દેશની રક્ષા માટે લડતા નજર આવે છે. વરુણ, દિલજીત અને અહાન અનુક્રમે આર્મી, નેવી અને એર ફોર્સના ઓફિસર્સની ભૂમિકામાં જોવા મળશે.
અનુરાગ સિંહના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
