દુનિયામાં કોઇ પણ સ્ત્રી એવી નહી હોય કે જે ગોસીપ નહી કરતી હોય. હવે તો પુરુષો પણ ગોસીપ કરવામાં એક્કા બની ગયા છે. ફક્ત સ્ત્રીઓ ગોસીપ કરવાને લઇને બદનામ હતી.
વડીલ તેવુ કહેતા કે કોઇના વિશે વાત ના કરવી જોઇએ અને ગોસીપ કરવી તે સારી બાબત ના કહેવાય, પરંતુ એક રિસર્ચ પ્રમાણે ગોસીપ કરવી કે સ્વાસ્થ માટે સારી બાબત છે. ગોસીપ કરવાથી તમે તણાવ અને ડિપ્રેશનના શિકાર નથી બનતા.
ગપ્પા મારવા તે હવે ખરાબ બાબત નથી રહી. વૈજ્ઞાનિકો અનુસાર ગપ્પા મારવાથી તમે વધારે ખુશ અને સ્વસ્થ રહી શકશો.
ગોસીપ કરવાથી આપણને બીજા સાથે જોડાણનો અનુભવ થાય છે. તાજગી અનુભવાય છે. ગપ્પા મારવાથી ભરોસાપાત્ર વ્યક્તિની પસંદગી કરવામાં સરળતા રહે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક રિચર્ચ પ્રમાણે માણસે દિવસમાં ઓછામાં ઓછુ એક કલાક જેટલો સમય ગપ્પા મારવા અને ગોસીપ કરવા માટે ફાળવવો જોઇએ. જેના દ્વારા તમે દિવસભરનો સ્ટ્રેસ ભૂલી જાવ છો અને ફ્રેશ રહો છે. ગોસીપ કરવાથી તમારી અંદર રહેલી ભાવનાઓ બહાર નીકળી જાય છે અને હાર્ટ એટેકથી પણ બચી શકાય છે. તો હવે ગપ્પા મારવા એ સારી બાબત છે તે સાબિત થયું છે.