શેમારૂમી લઈને આવ્યું છે ડિસેમ્બરમાં ખાસ ‘ગુજ્જુ ફિલ્મ ફેસ્ટ’ – રોજ એક નવી ગુજરાતી હિટ ફિલ્મ મફતમાં!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શેમારૂમી ગુજરાતી સિનેમાની સમૃદ્ધિ, ગૌરવ અને સર્જનાત્મક તેજસ્વિતાનો ઉત્સવ મનાવવા માટે, ૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ખાસ ‘ગુજ્જુ ફિલ્મ ફેસ્ટ’ લઈને આવી રહ્યું છે.

આ દસ દિવસ દરમિયાન દરરોજ એક બ્લોકબસ્ટર ફિલ્મ મફતમાં જોવા માટે ખુલ્લી રહેશે, જેથી સમગ્ર ભારત—ખાસ કરીને ગુજરાત—ના દર્શકોને સૌથી વધુ લોકપ્રિય, વખાણેલી અને સફળ ગુજરાતી ફિલ્મોનો આનંદ માણવાની તક મળશે.

સોનાથી પણ કિંમતી ફિલ્મોની લાઈન-અપ!

આ ફિલ્મોત્સવમાં બોક્સ-ઓફિસ હિટ અને વિવેચકોએ પ્રશંસા કરેલી એવી ફિલ્મો છે જેઓએ આધુનિક ગુજરાતી સિનેમાને નવી દિશા આપી છે. દરેક ફિલ્મ ગુજરાતના અલગ-અલગ રંગોને રજૂ કરે છે—હાસ્ય, સંસ્કૃતિ, કળા, ભાવનાઓ અને લોકજીવનની મજબૂત ભાવના.

 

હકીકત મહિલાઓ માતે ની મજેદાર ગજબ-ગજબની પરિસ્થિતિઓથી લઈને ઝામકુડી ના ભૂતિયા હવેલીમાં બનતા રહસ્યમય બનાવો સુધી… બચુભાઈ વૃદ્ધાવસ્થામાં નવી શરૂઆતની હ્રદયસ્પર્શી સફર રજૂ કરે છે, જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા હેલારો કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી-મુક્તિની શક્તિશાળી ગાથા કહે છે. મીઠાડા મહેમાન મીઠી અને અનોખી લાગણીભરી સંબંધોની વાર્તા છે, અને નદી દોષ પ્રેમને જ્યોતિષીય માન્યતાઓ સામે તપાસે છે. કચ્છ એક્સપ્રેસ એક સ્ત્રીના આત્મવિશ્વાસની યાત્રા દર્શાવે છે, જ્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યા ખૂબ હસાવતી કુટુંબની ગોટાગોટ અને પિતા-પુત્રના સબંધને રસપ્રદ રીતે રજૂ કરે છે. સુપરનેચરલ થ્રિલર વશ આખી ફિલ્મ દરમિયાન રોમાંચ જાળવી રાખે છે અને ઉમ્બારો સાત સ્ત્રીઓની જીવનપરિવર્તનકારી સફર રજૂ કરીને ફિલ્મોત્સવને સુંદર રીતે પૂર્ણ કરે છે.

ગુજરાતી સિનેમાએ છેલ્લા દાયકામાં સામગ્રી અને લોકપ્રિયતા—બન્ને ક્ષેત્રોમાં—અદભૂત વૃદ્ધિ જોઈ છે. આ ઉત્સવ એ તમામ સર્જકો, કલાકારો અને દર્શકોને સમર્પિત છે જેઓએ ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ આપી છે.

આ ફેસ્ટિવલ દ્વારા શેમારૂમી નું ઉદ્દેશ્ય છે ઉત્તમ ગુજરાતી સામગ્રીને વધુથી વધુ લોકોને સુલભ બનાવવાનું અને દર્શકોને એવી ફિલ્મો ફરી માણવાનો મોકો આપવાનો જેઓએ નવી પેઢીના ગુજરાતી મનોરંજનને આગળ ધપાવ્યું છે.

ગુજ્જુ ફિલ્મ ફેસ્ટ લાઈનઅપ
૧૦ દિવસ. ૧૦ મફત ફિલ્મો
તારીખફિલ્મ
ડિસેમ્બરઝામકુડી
ડિસેમ્બરબચુભાઈ
ડિસેમ્બરહેલારો
ડિસેમ્બરમીઠાડા મહેમાન
૧૦ ડિસેમ્બરનદી દોષ
૧૧ ડિસેમ્બરકચ્છ એક્સપ્રેસ
૧૨ ડિસેમ્બરઓલ ધ બેસ્ટ પંડ્યા
૧૩ ડિસેમ્બરવશ
૧૪ ડિસેમ્બરઉમ્બારો
૧૫ ડિસેમ્બરહકીકત મહિલાઓ માતે

 

Share This Article