અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ સાહેબના વડપણ હેઠળ 9 લોકોનું ડેલિગેશન બ્રિટનના પ્રવાસે છે. ત્યારે રવિવારના રોજ લંડનના કેપી સેન્ટર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાયું હતું. પ્રમુખ આર.પી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લંડનના સ્નેહમિલનમાં વિશ્વઉમિયાધામના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે લંડનના સ્નેહમિલનમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી. એન. ગોલ, શશીભાઈ વેકરિયા, વેલજીભાઈ વેકરિયા, સમાજના પ્રમુખ સુરેશભાઈ કણસાગરા ઉપસ્થિત રહ્યા હતા.
લંડનના સ્નેહમિલનમાં સંબોધન કરતા સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ, સમાજના સર્વાંગી વિકાસ, યુવા જાગૃતિ તથા વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડીસેમ્બર – 2027 મા ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે “મારી ઇંટ મા નાં મંદિરે” – તેવા ભાવ સાથે દરેક પરિવારને નવમી અજાયબી સમા દિવ્ય અને ભવ્યાતી-ભવ્ય મંદિર નિર્માણમાં સહભાગી થવા નમ્ર અપીલ. આ ઉપરાંત ઉપપ્રમુખ ડી.એન. ગોલ સાહેબ, દિનેશભાઈ પટેલ, શશીભાઈ વેકરીયા તથા નરેશભાઈએ પણ પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું
