અમદાવાદ: ‘કોશિષ એક વિચાર દિવ્યાંગજન માટે’ ઈનિશિએટીવ અંતર્ગત દિવ્યાંગજનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કરતાં ફાઉન્ડર પૂર્વિ કમલનયન ત્રિવેદીને ભારત નિર્માણ કોન્કલેવ 2025માં ‘વુમન લિડ ઓફ ધ યર સોશ્યલ સર્વિસ’એવોર્ડથી સન્માનિત કરાયા છે. દિલ્હી તાજ ખાતે તેને આર્ટિસ્ટ આદિલ હૂસૈનના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ધ ગુડરોડ ફિલ્મના કોશ્ચ્યુમ ડિઝાઈનર એવા અમદાવાદના પૂર્વ કમલનય ત્રિવેદી ઉપરાંત દેશમાંથી 55 જેટલા એવા લોકો કે જેઓ કોઈકને કોઈક વિચાર સાથે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે તેમને પણ એવોર્ડ એનાયત થયો હતો. પૂર્વિ કમલનયન ત્રિવેદી છેલ્લા 24 વર્ષથી દિવ્યાંગજનો સાથે કામ કરે છે. તે અંતર્ગત તેઓ મેન્ટલી ડિસેબલ્ડ, પ્રજ્ઞાચક્ષુઓ અને ફિજીકલી તકલીફ ધરાવતા લોકોને
અગાઉ પૂર્વિ કમલનયન ત્રિવેદી દ્વારા તૈયાર થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘જઠરે શયનમ્’પણ ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. કાન્સ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ પહેલા જ દેશમાં ‘જઠરે શયનમ્’ ડૉક્યુમેંટ્રી એવોર્ડ જીતી ચૂકી છે. થોડાક સમય અગાઉ બેસ્ટ ડૉક્યુમેંટ્રી તરીકે ‘જઠરે શયનમ્’ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ફિલ્મ મેકર પૂર્વી કમલનયન ત્રિવેદીને આ એવોર્ડ Maharashtra International Film Festival Organization મુંબઇમાં પ્રદાન કરવામાં આવ્યો. આ એવોર્ડ જ Information & Broadcasting Department ભારત સરકારના સહયોગથી કલાકારોને આપવામાં આવે છે. ઉપરાંત ‘જઠરે શયનમ્’ Golden Lion International Film Festivalમાં એવોર્ડ વિનર રહી ચૂકી છે. આ ઉપરાંત Austin-Liff-off Film Festival-2024 અને Sincine Film Festival-2024માં ‘જઠરે શયનમ્’’ની પસંદગી કરાઈ હતી.
ધ કપિલ શર્મા શો’માં પણ જઈ આવ્યા છે કમલનયન ત્રિવેદી
અગાઉ પૂર્વી કમલનયન ત્રિવેદી દિવ્યાંગજનોને લઇને ‘ધ કપિલ શર્મા’શૉમાં પણ જઇ આવ્યા છે. કપિલ શર્માના શૉમાં દિવ્યાંગજનોને ડાન્સ પરફોર્મન્સ કરવાની તક મળી હતી. આમ કપિલ શર્મા પણ પૂર્વી કમલનયન ત્રિવેદીના સાહસ અને સંવેદનાને વખાણી છે.
