ગત દિવસે રાજસ્થાનના જેસલમેર નજીક બસમાં આગ લાગી હતી અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૨૦ લોકો જીવતા સળગી ગયા હતા. જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બસમાં ૫૦ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતા. આગ એટલી વિકરાળ બની હતી કે ૨૦ પ્રવાસીઓનાં સ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી આપી છે. પૂજ્ય બાપુએ હનુમંત સંવેદના રુપે રુપિયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખની) તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી વરુણ મોદી દવારા કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.