ગુરૂગ્રામ : સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝે (સેમ્બકોર્પ) તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી, આશરે 246 મિલિયન સિંગાપોર ડોલરની કુલ કિંમતે રિન્યુ સન બ્રાઇટ પ્રાઇવેટ લિમિટેડ (રીન્યુ સનબ્રાઇટ)ની 100% માલિકી હસ્તગત કરવા માટે રિન્યુ પ્રાઇવેટ લિમિટેડ સાથે શેર ખરીદી કરાર કર્યો છે.
રિન્યુ સન બ્રાઇટ ભારતના રાજસ્થાનના ફતેહગઢમાં સ્થિત 300 મેગાવોટની સોલાર પાવર એસેટ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. આ પ્રોજેક્ટે નવેમ્બર 2021માં કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી અને ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા નેશનલ ગ્રીડ સાથે જોડાયેલ છે. તે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ સાથે 25 વર્ષના વીજ ખરીદી કરાર હેઠળ કાર્ય કરે છે.
આ અધિગ્રહણને આંતરિક રોકડ સંસાધનો અને બાહ્ય ઉધારના સંયોજન દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવશે. તેની પૂર્ણતા નિયમનકારી મંજૂરીઓ સહિત પૂર્વવર્તી શરતોને આધીન છે, અને 2026ના પહેલા ભાગમાં અપેક્ષિત છે.
પૂર્ણતા બાદ, સેમ્બકોર્પની ભારતમાં સ્થાપિત અને વિકાસ હેઠળની કુલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા 6.9 ગીગાવોટ સુધી પહોંચી જશે. વૈશ્વિક સ્તરે, સેમ્બકોર્પે 19.3 ગીગાવોટની કુલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરી છે, જેમાં પૂર્ણ થવાના બાકી અધિગ્રહણોનો પણ સમાવેશ થાય છે.