PM મોદીએ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, આ તારીખથી શરૂ થશે ફ્લાઈટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટના (NMIA) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 19,650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આ એરપોર્ટ ભારતનું સૌથી મોટું ‘ગ્રીનફીલ્ડ’ એરપોર્ટ છે, જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ મુંબઈ મહાનગર વિસ્તારનું બીજું ઇંટરનેશનલ એરપોર્ટ છે, જે છત્રપતિ શિવાજી મહારાજ ઇંટરનેશનલ એરપોર્ટ (CSMIA) સાથે મળીને કામ કરશે.

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે 19,650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું ભારતનું સૌથી મોટું ગ્રીનફીલ્ડ એરપોર્ટ છે. મુંબઈના બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે, આ પ્રોજેક્ટ શહેરને વૈશ્વિક મલ્ટિ-એરપોર્ટ સિસ્ટમમાં સ્થાન અપાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટના (NMIA) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 19,650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આ એરપોર્ટ ભારતનું સૌથી મોટું ‘ગ્રીનફીલ્ડ’ એરપોર્ટ છે, જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ મુંબઈ મહાનગર વિસ્તારનું બીજું ઇંટરનેશનલ એરપોર્ટ છે, જે છત્રપતિ શિવાજી મહારાજ ઇંટરનેશનલ એરપોર્ટ (CSMIA) સાથે મળીને કામ કરશે. આનાથી મુંબઈમાં ભીડભાડ ઘટશે અને શહેરને વૈશ્વિક મલ્ટિ-એરપોર્ટ સિસ્ટમની શ્રેણીમાં સ્થાન મળશે. નવી મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટ પરથી વિમાનોનું સંચાલન ડિસેમ્બર 2025થી શરૂ થશે. ટિકિટનું વેચાણ ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સ આ હવાઈ મથક પરથી ઉડાન ભરશે.

નવી મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટ ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ હવાઈ મથક તરીકે ઓળખાશે. અહીં વાહન પાર્કિંગ સ્લોટનું પ્રી-બુકિંગ, ઓનલાઇન બેગેજ ડ્રોપ અને ઇમિગ્રેશન સેવાઓની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના CEO અરુણ બંસલના જણાવ્યા અનુસાર, મુસાફરોને તેમના ફોન પર એક સંદેશ મળશે, જેમાં તેમના સામાનનું કેરોસેલ નંબર જણાવવામાં આવશે. આ સુવિધા મુસાફરોના અનુભવને વધુ સરળ અને અદ્યતન બનાવશે. આ ઇંટરનેશનલ એરપોર્ટ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. તેમાં 3,700 મીટર લાંબો રનવે છે, જે મોટા વ્યાપારી વિમાનોને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, આધુનિક પેસેન્જર ટર્મિનલ અને અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ એરપોર્ટનું સ્થાન પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) થી 14 કિ.મી., મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC), તળોજા ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી 22 કિ.મી., મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા) થી 35 કિ.મી., થાણેથી 32 કિ.મી. અને ભિવંડીથી 40 કિ.મી.ના અંતરે આવેલું છે.

Share This Article