ફ્રિજમાં ભૂલથી પણ આ વસ્તુઓ ના રાખતા, મોટા ભાગના લોકો હોય છે આ ટેવ, પોષકતત્વો પર પડે છે અસર

Rudra
By Rudra 3 Min Read

ફ્રિજને આપણે બધા એક જાદુઈ બોક્સ તરીકે માનીએ છીએ — જેમાં કોઈ પણ ખાદ્ય વસ્તુ રાખી દઈએ તો તે લાંબા સમય સુધી તાજી રહે છે. પરંતુ આ એક મોટો ભ્રમ છે, કારણ કે કેટલીક વસ્તુઓ એવી છે જેને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ અને પોષક તત્વો ખરાબ થઈ જાય છે. મોટાભાગના લોકો અજાણતા આ ભૂલ કરે છે. આવો જાણીએ એવી 10 વસ્તુઓ વિશે જેને ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઈએ.

દૂધ અને દહીં – દૂધ અને દહીંને ફ્રિજમાં રાખી શકાય છે, પરંતુ તેમાંથી બનેલા અન્ય ડેરી પ્રોડક્ટ્સ (જેમ કે ચીઝ, પનીર) ફ્રિજમાં રાખવાથી કડક થઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. યોગ્ય રીત એ છે કે તેને એરટાઇટ કન્ટેનરમાં રૂમ ટેમ્પરેચર પર રાખો.

ઈંડા – ઘણા લોકો ઈંડા ફ્રિજમાં રાખે છે, પરંતુ એ કરવાથી તેની રચના બગડે છે. ફ્રિજમાં રાખવાથી તેની બહાર એક પાતળું પડ જામી જાય છે, જે રૂમ ટેમ્પરેચર પર લાવતા ભીની થઈ જાય છે અને બેક્ટેરિયા પેદા થાય છે.

કોથમિર અને ફૂદીનો – આ તાજી પાંદડવાળી શાકભાજીને ફ્રિજમાં રાખવાથી તે જલ્દી મુરઝાઈ જાય છે અને સ્વાદ ગુમાવે છે. તેને ફ્રિજની બહાર, એક ગ્લાસ પાણીમાં ફૂલની જેમ રાખો, જેથી તે લાંબા સમય સુધી તાજી રહે.

કાકડી, ટમેટા, સલાડ, તરબૂચ – આ બધા પાણીથી ભરપૂર ફળ–શાકભાજી છે. ફ્રિજમાં રાખવાથી તે પોતાની બનાવટ (ટેક્સ્ચર) અને સ્વાદ ગુમાવે છે. યોગ્ય રીત એ છે કે રૂમ ટેમ્પરેચર પર રાખો, અને ફક્ત કાપ્યા પછી જ ફ્રિજમાં મૂકો.

ચોકલેટ – ચોકલેટને ફ્રિજમાં રાખવાથી તેની ઉપર સફેદ પડ ચડી જાય છે, જેનાથી સ્વાદ અને ટેક્સ્ચર બગડે છે. તેને હંમેશા ઠંડી અને સુકી જગ્યા પર રાખવી જોઈએ.

તાજું માખણ – ફ્રેશ બટરને ફ્રીઝ કરવાથી તેની મલાઈદાર રચના બગડી જાય છે. તે કઠોર બની જાય છે અને બ્રેડ પર ફેલાવું મુશ્કેલ બને છે.
જો તમે એક અઠવાડિયામાં બટરની વાપરાશ કરવાના છો, તો તેને ફ્રિજની બહાર રાખો.

બટાકાં – બટાટાને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલું સ્ટાર્ચ શુગરમાં ફેરવાઈ જાય છે. આ બટાટાંને રાંધતાં તે કાળા પડી જાય છે અને સ્વાદ મીઠો થઈ જાય છે. બટાટાં હંમેશા ઠંડી, અંધારી અને હવા ઊજાસ વાળી જગ્યા પર રાખવા જોઈએ.

ખાટા ફળો (સંતરા, લીંબૂ, દ્રાક્ષ) – આ ફળોને ફ્રિજમાં રાખવાથી તેમનો સ્વાદ અને સુગંધ ફીકી પડી જાય છે. ફળની અંદરનું પાણી જામી જાય છે અને તાજગી ગુમાવે છે. તેથી આ ફળોને હંમેશા રૂમ ટેમ્પરેચર પર જ રાખો.

Share This Article