ભારતીય ફેશન જગતના દિગ્ગજ અને હવે ફિલ્મ નિર્માતા બનેલા મનીષ મલ્હોત્રા પોતાની પહેલી ફિલ્મ “ગુસ્તાખ ઇશ્ક – કુછ પહલે જૈસા” સાથે પ્રેમનો મોસમ પાછો લાવી રહ્યા છે. સ્ટેજ5 પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 21 નવેમ્બર, 2025ના રોજ મોટા પડદા પર આવશે.
આ મનીષ મલ્હોત્રાનો એક પેશન પ્રોજેક્ટ છે, જે ક્લાસિક પ્રેમકથાની રુહને સાચવીને એક નવી સંવેદનશીલ કહાની ગાથે છે. ફિલ્મમાં વિજય વર્મા, ફાતિમા સના શેખ અને નસિરુદ્દીન શાહ જેવા શાનદાર કલાકારોનો સમાવેશ થાય છે, જે દર્શકોને એક અનોખી મોહબ્બતની દુનિયામાં લઈ જશે.
હાલમાં જ ફિલ્મનું પહેલું ગીત “ઉલ જલૂલ ઇશ્ક” રિલીઝ થયું છે, જેણે શ્રોતાઓના દિલ જીતી લીધા છે. આ ગીતમાં વિશાલ ભારદ્વાજનું આત્મીય સંગીત, ગુલઝારના બેમિસાલ શબ્દો, ઑસ્કાર વિજેતા રેસુલ પૂકુટ્ટીની શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિલ્પા રાવ અને પાપોનના મીઠા અવાજનો સંગમ છે.
દિગ્દર્શક વિભૂ પુરી દ્વારા બનાવાયેલી “ગુસ્તાખ ઇશ્ક – કુછ પહલે જૈસા” જૂની દિલ્હીની તંગ ગલીઓ અને પંજાબની ઢળતી હવેલીઓ વચ્ચે પનપતી એક અનકહી મોહબ્બત અને ઇચ્છાની સંવેદનશીલ વાર્તા છે.
મનીષ મલ્હોત્રાએ પોતાના ભાઈ દિનેશ મલ્હોત્રા સાથે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ સાથે તેઓ માત્ર નિર્માતા તરીકે પોતાની નવી સફરની શરૂઆત કરી રહ્યા નથી, પરંતુ ભારતીય સિનેમામાં ક્લાસિક વાર્તાકથનની પરંપરાને એક નવા અંદાજમાં આગળ ધપી રહ્યા છે.
21 નવેમ્બરે સિનેમાઘરોમાં પ્રેમનો મોસમ પાછો ફરશે — “ગુસ્તાખ ઇશ્ક: કુછ પહલે જૈસા” સાથે.