VIDEO: રખડતા કૂતરાનું ટોળું પાછળ પડતા આખલો છલાંગ લગાવીને ઘરની છત પર ચડી ગયો, નીચે ઉતારવામાં લોકોનો પરસેવો છૂટી ગયો

Rudra
By Rudra 2 Min Read

તેલંગાણાના આદિલાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેના વિશે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો. અહીં એક આખલો રખડતા શ્વાનોથી બચવા માટે એક ઘરની છત પર ચડી ગયો હતો. તેનાથી ખબર પડે છે કે, માણસ જ નહીં, પરંતુ પશુઓ પર પણ જ્યારે જીવનું જોખમ હોય તો કઈ હદ સુધી જઈ શકે છે.

આ ઘટના સોમવાર સવારે ભોરજ મંડલના નિરાલ ગામની છે. શેખ ગફૂર નામના ખેડુતે પોતાનો આખલો ઘરની બહાર બાંધ્યો હતો. આ દરમિયાન અચાનક રખડતા શ્વાનના ટોળાએ તેના પર હુમલો કરી દીધો હતો. તેનાથી ગભરાયેલો આખલો દોરડું તોડીને પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો.


પોતાનો જીવ બચાવવા માટે તે એક ઘરની પાસે પડેલા એક પત્થરના ઢગલા પર ચડી ગયો અને પછી છલાંગ લગાવીને ઘરની છત પર ચડી ગયો. આ દ્રશ્ય જોઈને ગામના લોકો નવાઈમાં પડી ગયા હતા. ઘણી મહેનત બાદ સ્થાનિક લોકોએ દોરડા બાંધીને આખલાને નીચે ઉતાર્યો હતો.

ઘટના દરમિયાન છતને પણ નુકસાન પહોંચ્યું હતુ. સમગ્ર ઘટના ગામના લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી, હવે આખલાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Share This Article