લક્ઝરી મેન્સવેર માટે હવે અમદાવાદમાં અસુકા ફ્લેગશિપ સ્ટોર તૈયાર, હૈદરાબાદ અને મુંબઈમાં સફળ સ્ટોર્સ બાદ ત્રીજું ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: ભારતના અગ્રણી લક્ઝરી મેન્સવેર માંના એક, અસુકા કોચરે અમદાવાદમાં તેના નવા ફ્લેગશિપના સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં કોઈપણ લક્ઝરી મેન્સવેર સ્ટોર નથી જેને ધ્યાનમાં લઈને પુરુષો પણ ફેશન તરફ આગળ દોરાય અને તેમના મનગમતા વસ્ત્રો પોતાના શહેરમાં જ મળી રહે તે માટે હૈદરાબાદ અને મુંબઈમાં લક્ઝરી મેન્સવેરના સફળ સ્ટોર્સ બાદ અમદાવાદ આ બ્રાન્ડનું ત્રીજું ડેસ્ટિનેશન બનશે.

સમકાલીન પશ્ચિમી ટેલરિંગના સીમલેસ મિશ્રણ માટે જાણીતું, અસુકા શુદ્ધ લાવણ્ય અને બેસ્પોક કારીગરીનો પર્યાય બની ગયું છે. પોતાના સમૃદ્ધ કાપડ વારસા માટે પ્રખ્યાત અમદાવાદ શહેરમાં આ ડિઝાઇન ફિલોસોફી પણ લાવે છે.

તમને જણાવી દઈએ કે, આ લોન્ચ ઇવેન્ટમાં મહેમાનોએ ક્યુરેટેડ કલેક્શનની શોધ કરી જે સમજદાર સજ્જન માટે કાળજીપૂર્વક તૈયાર કરાયેલા વૈભવી વસ્ત્રો સાથે ભવ્યતા અને આધુનિક ડિઝાઇન પ્રત્યે અસુકાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. આ સમારોહમાં સંતૂર કલાકાર મગ્નેશ જગતાપ દ્વારા લાઇવ પર્ફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું.

લોન્ચિંગ સમયે બોલતા, અસુકા કોચરના સ્થાપક પીયૂષ મોહનાનીએ જણાવ્યું હતું કે, “અમારો ત્રીજો ફ્લેગશિપ સ્ટોર ખોલવાનો અમને ખૂબ આનંદ છે. અમારો સફર હૈદરાબાદમાં શરૂ થઈ, મુંબઈમાં ખીલી, અને હવે અમદાવાદમાં મૂળ ધરાવે છે. અમદાવાદ શહેર એક ગૌરવપૂર્ણ કાપડ વારસો અને ફેશનની ઉત્કૃષ્ટ સમજ ધરાવતું શહેર છે. આ સ્ટોર સાથે, અમે ઉચ્ચ-સ્તરીય ફેશનમાં અમારી હાજરીને મજબૂત બનાવી રહ્યા છીએ અને ગુજરાતમાં વૈભવી પુરુષોના વસ્ત્રો માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

અમારો અમદાવાદનો સ્ટોર CG રોડ પર છે. જ્યા ગુજરાતભરના ફેશન પ્રેમીઓ હવે અસુકા કોચરના સિગ્નેચર એસ્થેટિકનો વ્યક્તિગત અનુભવ કરી શકશે અથવા asukacouture.com પર ઓનલાઈન કલેક્શન પણ ખરીદી શકે છે.

Share This Article