સ્ટેજનો સુલતાન મનીષ રોલ કરશે આ શોને હોસ્ટ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સ્ટેજ પર પોતાની સેન્સ ઓફ હ્યુમરથી શોને વધુ મનોરંજક બનાવી દેતો મનીષ પોલ હવે એક સિંગિંગ રિયાલિટી શોને હોશ્ટ કરવા જઇ રહ્યો છે. આ શો છે મહત્વાકાંક્ષી ગાયકો માટે પોતાની પ્રતિભાને નેશનલ પ્લેટફોર્મ પર રજૂ કરવાની તક આપતો શો ઇંડિયન આઇડલ. ટેલિવિઝનના સૌથી મનોરંજક હોસ્ટ મનીષ પોલ ઇંડિયન આઇડલની ૧૦મી સિઝનને હોસ્ટ કરવામાં આવશે.

પંજાબી સિંગલ હિટ મુંડે ટાઉન દે જે યુ ટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે, તેના શુંટિંગ બાદ મનીષ પોલ ઇંડિયન આઇડલની શૂંટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તે ઓડિશનના પ્રથમ ચરણ માટે કોલકાતામાં હતો અને ત્યારબાદ હૈદરાબાદમાં જોવા મળશે.

મનીષ પોલે જણાવ્યું કે હું ઇંડિયન આઇડલની ૧૦મી સિઝન માટે હોસ્ટની ભૂમિકા મેળવવા પર ખૂબ જ ઉત્સાહિત છું. હું પ્રથમવાર આ શોને હોશ્ટ કરવા જઇ રહ્યો છું, તેથી આ મારા માટે એક વિશેષ અનુભવ બની રહેશે. તેમા કોઇ શંકાને સ્થાન નથી કે આ શો ભારતીય ટેલિવિઝન પર રજૂ થતા શ્રેષ્ઠ શો પૈકી એક છે, જે આશાસ્પદ પ્રતિભાઓને મંચ પુરૂ પાડે છે.

Share This Article