EDII અમદાવાદ દ્વારા ‘જોબ સીકર્સ ટૂ જોબ ક્રિએટર્સ’ વિષય પર સેમિનાર યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

સુબોધ ભાર્ગવ, ચેરમેન, ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા આયોજિત 7મું ડો. વી. જી. પટેલ સ્મૃતિ વ્યાખ્યાનને સંબોધન કર્યું. શ્રેણીનું આ સાતમું વ્યાખ્યાન ઇડીઆઈઆઈ કેમ્પસ ખાતે યોજાયું, જેનો વિષય ‘જોબ સીકર્સ ટૂ જોબ ક્રિએટર્સ’ હતો.  ઇડીઆઈઆઈએ તેમના સ્થાપક પદ્મશ્રી ડો. વી. જી. પટેલને 4 એપ્રિલ 2019ના રોજ ગુમાવ્યા હતા. ઉદ્યોગસાહસ ક્ષેત્રે તેમના મહાન કાર્યની સ્મૃતિમાં સંસ્થાએ 2019થી આ વાર્ષિક વ્યાખ્યાન શ્રેણી શરૂ કરી હતી. ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે ‘પાયોનિયર ઑફ એન્ટરપ્રેન્યોરશિપ મૂવમેન્ટ’ તરીકે ઓળખાતા ડો. પટેલે ભારત તથા વૈશ્વિક સ્તરે ઉદ્યોગસાહસિકતા પ્રસાર માટે જીવન સમર્પિત કર્યું. તેમણે પોતાના વિચારોને સમગ્ર ભારતમાં સ્થાપિત કરવાની સાથે સાથે વર્ષ 1983માં રાષ્ટ્રીય સંસાધન સંસ્થાન, ઇડીઆઈઆઈની પણ સ્થાપના કરી.

ડૉ.સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈએ ઉદ્યોગસાહસિકતાની વિભાવના અને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ડૉ. પટેલના અસાધારણ યોગદાનને યાદ કરતાં કહ્યું,ડો. પટેલે તે સમયમાં દેશને ઉદ્યોગસાહસથી પરિચિત કરાવ્યું જ્યારે લોકો તેની ક્ષમતા વિશે અજાણ હતા. તેઓ આ વિચારધારા પર અડગ રહ્યાં અને સતત પ્રયત્ન કરતા રહ્યાં, ત્યાં સુધી કે તેમણે સાબિત ન કરી દીધું કે તાલીમ અને માર્ગદર્શનથી સફળ ઉદ્યોગસાહસિકો તૈયાર થઈ શકે છે તેમજ ઉદ્યોગસાહસિકતા કોઈ પણ અન્ય વિષયની જેમ શીખવી શકાય છે. તેમનું યોગદાન અદ્વિતીય છે. તેમણે માત્ર નવી વિધા અને વિચારધારા ઊભી નથી કરી, પણ લોકોની માનસિકતા બદલી તેમને ઉદ્યોગસાહસ તરફ પ્રેરિત પણ કર્યા.”

 

WhatsApp Image 2025 09 06 at 2.39.45 PM

શ્રોતાઓને સંબોધ  કરતા  સુબોધ ભાર્ગવ, ચેયરમેન, ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટએ કહ્યું, “હું ડૉ. વી. જી. પટેલના ખૂબ જ પ્રેમાળ સ્મરણ સાથે શરૂઆત કરવા માંગુ છું. હું તેમને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે બિરદાવું છું જેઓ એક શિસ્ત તરીકે ઉદ્યોગસાહસિકતાની સંભાવનાને જોઈ શક્યા હતા.ભારતમાં સાહસિકતા પ્રાચીન સમયથી જ વિકસતી આવી છે અને સમયાનુસાર તેમાં અનુકૂલન તેમજ નવીનતા જોવા મળી છે. છેલ્લા સમયમાં આ ક્ષેત્રમાં સૌથી વધુ પ્રોત્સાહક પરિણામો મળ્યા છે, જેમાં ભારતે વિશ્વના ત્રીજા સૌથી મોટા સાહસિક પરિસ્થિતિ-તંત્ર તરીકે સ્થાન મેળવ્યું છે. ભારતનું સાહસિક પરિદૃશ્ય યુવાનોની અનોખી ઊર્જા અને સ્ફૂર્તિનું પ્રતિબિંબ છે. યુવાનોના નવીન વિચારો અને સંકલ્પનાઓ સાહસિકતા પ્રત્યેના તેમના વધતા રસનું સાક્ષ્ય આપે છે. આજના સમયમાં નાણાકીય સહાય, માર્ગદર્શન, તાલીમ અને નેટવર્કિંગની તકો સરળતાથી ઉપલબ્ધ છે, જે વધુને વધુ યુવા સાહસિકોને પ્રેરણા આપે છે. ‘જોબ સીકર્સથી જોબ ક્રિએટર્સ’ બનવું એ જ આપણા વિકાસ અને પ્રગતિ માટેનું ધ્યેય હોવું જોઈએ. ડૉ. સુનીલ શુક્લાના નેતૃત્વ હેઠળ ઈડીઆઈઆઈની ભવિષ્યની તમામ પહેલો માટે હું હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.”
આ અવસરે ડો. વી. જી. પટેલ નેશનલ મેમોરિયલ એવોર્ડ ફોર એન્ટરપ્રેન્યોરશિપ ટ્રેનર/એજ્યુકેટર/મેન્ટર – 2025 પણ પ્રદાન કરવામાં આવ્યો.

 

ડો. વી. જી. પટેલ નેશનલ મેમોરિયલ એવોર્ડ ફોર એન્ટરપ્રેન્યોરશિપ ટ્રેનર/એજ્યુકેટર/મેન્ટર એવોર્ડ વિશે: EDIIએ 2020માં સ્વર્ગસ્થ ડો. વી. જી. પટેલની યાદમાં ડો. વી. જી. પટેલ નેશનલ મેમોરિયલ એવોર્ડ ફોર એન્ટરપ્રેન્યોરશિપ ટ્રેનર/એજ્યુકેટર/મેન્ટર એવોર્ડ શુરુ કર્યા. તેમણે ઉદ્યોગસાહસ આંદોલનને ટકાવી રાખવા માટે ઉદ્યોગસાહસિક ટ્રેનર-મોટિવેટર્સના એક કેડર તૈયાર કરવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. તેમની દ્રષ્ટિએ આ વ્યાવસાયિક કેડર ઉદ્યોગસાહસ વિકાસની રીઢ છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર શિક્ષકો, તાલીમકારો અને માર્ગદર્શકોને આપવામાં આવે છે, જેમણે ઈનોવેશન અને ટેક્નોલોજી આધારિત નવા ઉદ્યોગોના પ્રસાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ વર્ષે આ પુરસ્કાર માટે ૬૧૭ નામાંકન, ૪૧ દેશો, ભારતના ૩૩ રાજ્યો અને ૩૮૪ સંસ્થાઓમાંથી પ્રાપ્ત થયા હતા. આ પુરસ્કારમાં પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. વિજેતાઓની પસંદગી ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ કરવામાં આવી હતી.

પસંદગી સમિતિમાં સામેલ:
● ડો. સુનીલ શુક્લા – ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ, અમદાવાદ

● શ્રી રાજીવ વસ્તુપાલ – ગ્રુપ ચેરમેન અને એમડી, રાજીવ પેટ્રોકેમિકલ્સ પ્રા. લિ.

● ડો. રાજુલ ગજ્જર – કુલપતિ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી

● ડો. સત્યા રંજન આચાર્ય – પ્રોફેસર અને ડિરેક્ટર, ઉદ્યોગસાહસ શિક્ષણ વિભાગ, ઇડીઆઈઆઈ, અમદાવાદ

● શ્રી એસ. બી. સરીન – ભૂતપૂર્વ ડિરેક્ટર, સરકારી પ્રોજેક્ટ્સ વિભાગ, ઇડીઆઈઆઈ, અમદાવાદ અને વિશેષ આમંત્રિત

● ડો. દીપક ટટપુજે – ડો. વી. જી. પટેલ મેમોરિયલ એવોર્ડ વિજેતા 2024

વર્ષ 2025ના વિજેતાઓ:
● શ્રી ઉલ્લાસ ઉપેન્દ્ર ભાલે, ફાઉન્ડર ડિરેક્ટર, ઉદ્યમ ઇન્ફો સોલ્યુશન્સ પ્રા. લિ., મહારાષ્ટ્ર
શ્રી ઉલ્હાસ ઉપેન્દ્ર ભાલે, ફાઉન્ડર ડિરેક્ટર, ઉદ્યમ ઇન્ફો સોલ્યુશન્સ પ્રા. લિ., છત્રપતિ સંભાજી નગર, તેઓ ઉદ્યોગસાહસ ટ્રેનર, લેખક અને મોટીવેટર છે, જેમને સ્વ-રોજગાર, કૃષિ ઉદ્યોગસાહસ અને મહિલા ઉદ્યોગસાહસ ક્ષેત્રે 34 વર્ષનો અનુભવ છે.તેમણે અનેક પ્રકાશનો લખ્યા છે અને અનેક પુરસ્કારો મેળવ્યા છે, જેમાં નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એન્ટરપ્રેન્યોર ટ્રેનર-મોટિવેટર (EDII, 2023) પણ શામેલ છે.

●  રાજેશકુમાર અડલા, સીઈઓ, AIC T-Hub, હૈદરાબાદ, તેલંગાણા
શ્રી રાજેશકુમાર અડલા સિરિયલ ઉદ્યોગસાહસિક છે અને હાલ AIC T-Hub ફાઉન્ડેશનના સીઈઓ તરીકે કાર્યરત છે. તેમણે અનેક રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ કાર્યક્રમો ડિઝાઇન કર્યા છે અને પોતાની માર્ગદર્શન દ્વારા ભારત તથા અમેરિકાના હજારો ઉદ્યોગસાહસિકોને દિશા આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા નીતિ આયોગે તેમને સેમીકન્ડક્ટર અને અંતરિક્ષ ટેક્નોલોજી ઇકોસિસ્ટમ નિર્માણ માટે માન્યતા આપી છે.

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ:
●  ઐથા મલ્લિકાર્જુન, ફાઉન્ડર અને ડિરેક્ટર, ઇન્ક્લૂસિવ દિવ્યાંગજન એન્ટરપ્રેન્યોર એસોસિયેશન, નવું દિલ્હી
શ્રી મલ્લિકાર્જુન અનુભવી સામાજિક ઉદ્યોગસાહસિક છે, જેમને દિવ્યાંગજન અને વંચિત સમુદાયોના સશક્તિકરણમાં 27 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે સમાનતાપૂર્ણ ઉદ્યોગસાહસ વિકાસ તાલીમ, પરિષદો, વર્કશોપ્સ અને સેમિનારોનું આયોજન કર્યું છે. તેમણે દિવ્યાંગજન અને મહિલા સ્વયંસહાય જૂથો માટે ઉદ્યોગસાહસ વિષયક 5 પુસ્તકો લખ્યા છે. તેમને 2024માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર – દિવ્યાંગજન સશક્તિકરણથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા 2023માં દિલ્હી સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સામાજિક ઉદ્યોગસાહસિક એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રશંસા પ્રમાણપત્ર:
1. ડો. નાગરાજ બાલકૃષ્ણન – CEO અને વાઈસ પ્રેસિડેન્ટ, એઆઇસી રેઇઝ બિઝનેસ ઇન્ક્યુબેટર, કોઇમ્બતુર, તમિલનાડુ

2. ડો. બી. દયાકર રાવ – ડિરેક્ટર/સીઇઓ, ન્યુટ્રિહબ, આઇસીએઆર-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ, હૈદરાબાદ, તેલંગાણા

3.  શુભ્રાંગ્શુ સાન્યાલ – સીઇઓ, IIM કલકત્તા ઇનોવેશન પાર્ક, કોલકાતા, પશ્ચિમ બંગાળ

4. શ્રીમતી સુચરિતા ઈશ્વર – ફાઉન્ડર અને સીઇઓ, કેટાલિસ્ટ ફોર વુમન એન્ટરપ્રેન્યોરશિપ, યેલહાંકા, કર્ણાટક

5. શ્રી સુર્યકાંત – સીઇઓ, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર-બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેકનોલોજી (BIMTECH), ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ

Share This Article