અહી યોજાશે પિકલબોલ વર્લ્ડ કપ 2025 માટેની ભારતીય ટીમ માટેનું સિલેક્શન ટ્રાયલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય પિકલબોલ એસોસિએશન (IPA) એ અમદાવાદમાં પ્રથમવાર ભારતની સત્તાવાર પિકલબોલ ટીમની પસંદગી માટે ઐતિહાસિક સિલેક્શન ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

2 દિવસીય ટ્રાયલ્સ (30 અને 31 ઓગસ્ટ) ના દરમિયાન પસંદગી પામનાર સ્કવૉડ પિકલબોલ વર્લ્ડ કપની બીજી સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. ગ્લોબલ પિકલબોલ ફેડરેશન દ્વારા મંજૂરી ધરાવતા આ પિકલબોલ વર્લ્ડ કપ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 દરમિયાન ફ્લોરિડા, યુએસએ ખાતે યોજાશે.

ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આસામ, રાજસ્થાન, ઓડિશા, હરિયાણા અને ગુજરાતના 140 જેટલા ખેલાડીઓ કોર્ટ પર ઉતરશે.

આ સ્પર્ધા 3 કેટેગરીમાં યોજાશે. જેમાં અંડર-16 કેટેગરીમાંથી 2 છોકરા અને 2 છોકરીઓની પસંદગી કરાશે- જેમાં સિંગલ્સ ઈવેન્ટ યોજાશે નહીં. જ્યારે ઓપન કેટેગરીમાં પુરુષ અને મહિલા સિંગલ્સ વિજેતા આ ઉપરાંત પુરુષ અને મહિલા કેટેગરીના ડબલ્સ વિજેતાઓ સ્કવૉડમાં સ્થાન મેળવશે. આ ઉપરાંત 50+ કેટેગરીમાં પુરુષ ડબલ્સ અને મહિલા ડબલ્સ વિજેતા ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે પસંદગી પામશે.

WhatsApp Image 2025 08 30 at 4.35.59 PM

આ ટ્રાયલ્સના પ્રસંગે મીડિયાને સંબોધતા આઈપીએલના પ્રમુખ સુર્યવીર સિંઘ ભુલ્લરે કહ્યું કે,”આજનો દિવસ એ ઐતિહાસિક છે. કારણ કે- અમે પિકલબોલ વર્લ્ડ કપ માટેની પ્રથમ સત્તાવાર ટીમની પસંદગી કરી રહ્યાં છીએ. આ ખેલાડીઓ કેન્દ્રીય રમત ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ભારતીય ટીમનું પ્રતિનિધિત્ત્વ કરશે. જ્યારે ભારતીય પિકલબોલ એસોસિએશન રમતમાં દેશના માન્યતા પ્રાપ્ત ફેડરેશનની ભૂમિકામાં રહેશે.”

આ સાથે તેમણે ઉમેર્યું કે,”અમે એક ઉભરતી રમતમાં સત્તાવાર નેશનલ ટીમને વૈશ્વિક સ્તરે રજૂ કરતા ગર્વ અનુભવી રહ્યાં છીએ. સમગ્ર દેશમાંથી આવતા ખેલાડીઓનો ઉત્સાહ પિકલબોલના સતત ગ્રોથ અને ભારતમાં શાનદાર ભાવિના સંકેત આપે છે.”

આ ટ્રાયલ્સનો સમય પણ ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે- રાષ્ટ્રીય રમત-ગમત દિવસનો ઉત્સવ (ઓગસ્ટ 29-31) સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે, એવામાં આ સિદ્ધિ ભારતના સ્પોર્ટિંગ સ્પિરિટને ટ્રિબ્યુટ આપવાનું કામ કરી રહી છે.

આ સિદ્ધિ લીમા, પેરુ ખાતે (ઓક્ટોબર 2024) યોજાયેલ પ્રારંભિક વર્લ્ડ કપની સિદ્ધિને આગળ ધપાવશે. જેમાં 30થી વધુ દેશના 500થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. પિકલબોલ જ્યારે વૈશ્વિક સ્તરે સતત આગવી છાપ છોડવાનું કામ કરી રહ્યું છે, ત્યારે પિકલબોલ વર્લ્ડ કપ થકી ભારતમાં પણ રમતમાં વિકાસ જોવા મળશે.

Share This Article