અમદાવાદ : હરિયાણામાં સ્થિત ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ટ્યુબ્સ અને પાઇપ્સના ઉત્પાદક, વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ (VSTL) એ ઓડિશાના સુંદરગઢ ખાતે આવેલ ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી ઉત્પાદિત ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડેડ (ERW) અને ગેલ્વેનાઈઝ્ડ (GI) પાઇપ્સની સપ્લાય શરૂ કરી છે.
ઓડિશામાં સ્થિત 1,56,000 MTPAએ ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટમાં વ્યાપારી ઉત્પાદન જુલાઈ 2025માં શરૂ થયું હતું. 30 મહિનામાં રૂ. 119.83 કરોડના કુલ રોકાણથી બનેલા આ પ્લાન્ટમાં ક્રેશ બેરિયર્સ, પાવર ટ્રાન્સમિશન લાઇન ટાવર્સ, હાઈ માસ્ટ લાઈટિંગ પોલ્સ, ઑક્ટાગોનલ પોલ્સ અને મોનોપોલ્સ જેવા અનેક મૂલ્યવર્ધિત સ્ટીલ ઉત્પાદનોનું ઉત્પાદન થાય છે. નવી ક્ષમતા કાર્યરત થતા કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા હવે 3,77,000 MTPAએ થઈ છે, જે મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં આવેલી તેની ત્રણ પ્લાન્ટ્સમાં વહેંચાયેલી છે.
આ વિકાસ અંગે ટિપ્પણી કરતા વિભોર સ્ટીલ ટ્યુબ્સના અધ્યક્ષ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિજય કૌશિકે જણાવ્યું: “સુંદરગઢ સુવિધામાંથી ERW અને GI પાઇપ્સની સપ્લાયની શરૂઆત અમારી ઉત્પાદન અને વિતરણ ક્ષમતાને મજબૂત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે અમારા મૂલ્યવાન ગ્રાહકોને સમયસર સપ્લાય અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરશે.”
“આ અદ્યતન પ્લાન્ટનું મુખ્ય ધ્યાન ઉચ્ચ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના ઉત્પાદન પર કેન્દ્રિત છે, જે આવનારા ત્રિમાસિક સમયમાં અમારી નફાક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આ અમને નવા બજારોમાં પ્રવેશવાની અને નિકાસ પર મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ આપશે. અમને વિશ્વાસ છે કે આગામી ત્રિમાસિક સમયમાં અમારી ટૉપલાઇન અને બોટમલાઇન બન્નેમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ જોવા મળશે.”