અમદાવાદ (સાબરમતી) થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ.૮૦/- થી રૂ.૧૫૦/- તથા ટેક્સી ભાડું રૂ. ૮૦૦/- થી રૂ.૧૨૦૦/- ની વચ્ચે છે અને યાત્રામાં ૧ થી ૧.૩૦ કલાક સુધી થાય છે, ત્યા આ ટ્રેન સેવા યાત્રીઓનો સમય અને પૈસા બંને બચાવશે. સાથે જ આ ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો સુધીની પહોંચને સુગમ બનાવીને ક્ષેત્રની પર્યટન ક્ષમતાને પણ વધારશે. ઉત્તમ યાત્રી સંપર્કથી સ્થાનિક વ્યવસાય, વ્યાપારી અને સર્વિસ પ્રોવાઈડર્સ નવા અવસરોથી લાભ મેળવશે, જેનાથી ક્ષેત્રીય અર્થવ્યવસ્થાને ગતિ મળશે. બેચરાજીથી કાર-લોડેડ માલગાડીની શરૂઆત ગુજરાતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં નવી ઊર્જાનો સંચાર કરશે.
ઑટોમોબાઈલ ઉત્પાદન અને સંલગ્ન ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર હોવાને લીધે બેચરાજીને હવે ઉત્તમ લોજિસ્ટિક સમર્થન તથા રાજ્ય અને દેશના અન્ય ભાગો સુધી સુદ્રઢ કનેક્ટિવિટીનો લાભ મળશે. આ સેવા પરિવહન પડતર ઘટાડશે, આપૂર્તિ શ્રેણી નેટવર્કનો વિસ્તાર કરશે અને માલની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરશે. આનાથી ફક્ત ઑટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ જ નહીં થાય પરંતુ નવા રોજગારના અવસરો સર્જિત થશે. આ બંને રેલવે સેવાઓ મળીને ગુજરાતમાં સ્થાયી, પર્યાવરણ-અનુકૂળ અને ઝડપી ગતિના પરિવહન ઈકોસિસ્ટમના નિર્માણમાં યોગદાન આપશે. યાત્રા સમયમાં ઘટાડો, કનેક્ટિવિટીમાં સુધારો અને ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવાની સાથે આ શરૂઆત અર્થવ્યવસ્થાને સશક્ત બનાવશે અને લાંબાગાળાના સામાજિક-આર્થિક લાભ સુનિશ્ચિત કરશે. ભારતીય રેલવેની આ શરૂઆત ક્ષેત્રીય વિકાસને ગતિ આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ગુજરાતની વિકાસ યાત્રાને નવી દિશા આપશે. સાથે જ, આ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના રાષ્ટ્રીય વિઝનમાં પણ મહત્વનો ફાળો આપશે.