દેશમાં ક્રેડિટ કાર્ડ પ્રદાનકર્તામાંની એક એસબીઆઈ કાર્ડે તેના કાર્ડ વોલ્યુમમાં આજ સુધીની સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવતાં 60 લાખ જેટલા તેના કાર્ડધારક મૂળની વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ સપ્ટેમ્બર 2017 અને ફેબ્રુઆરી 2018 વચ્ચે 6 મહિનામાં 10 લાખ ગ્રાહકો ઉમેર્યા છે, જેને લઈ દેશમાં તેનું સ્થાન દ્વિતીય સૌથી વિશાળ કાર્ડ જારીકર્તા તરીકે મજબૂત બન્યું છે અને તેનો બજારહિસ્સો 16 ટકાથી વધી રહ્યો છે. કંપનીએ સપ્ટેમ્બરમાં 5 મિલિયનનું ગ્રાહક મૂળ હાંસલ કર્યું હતું, જેમાં ઓક્ટોબર 2016 અને સપ્ટેમ્બર 2017 વચ્ચે તેણે 10 લાખ કાર્ડનો ઉમેરો કર્યો હતો. આ વૃદ્ધિ દર તે સમયથી બેગણો વધ્યો છે. સરેરાશ માસિક કાર્ડ ખર્ચ વર્ષ અગાઉ રૂ. 4000 કરોડ હતો તેની જગ્યાએ હવે રૂ. 7000 કરોડથી પણ વધી ગયો છે.
આ પ્રગતિ વિશે બોલતાં એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ હરદયાલ પ્રસાદે જણાવ્યું હતું કે અમે નોંધાવેલી આ નોંધનીય વૃદ્ધિ અમારા ગ્રાહકો દ્વારા એકધાર્યો વિશ્વાસ અને ટેકાના ભાગરૂપ છે. અમે ઉત્કૃષ્ટ સેવાના આધાર સાથે નાવીન્યપૂર્ણ, ઉદ્યોગ અવ્વલ પ્રોડક્ટો પ્રદાન કરવા કટિબદ્ધ છીએ અને વિશ્વાસ તથા પારદર્શકતાના મજબૂત પાયાએ અમારા ગ્રાહકો સાથે એવો સુમેળ સાધ્યો છે કે દેશભરમાં લાખ્ખો માટે અમે અગ્રતાની બ્રાન્ડ તરીકે ઊભરી આવ્યા છીએ. છેલ્લાં થોડાં વર્ષોમાં અમે કાર્ડના ખર્ચ પર આશરે 25 ટકાની ઉદ્યોગની વૃદ્ધિની તુલનામાં સામે 40 ટકાથી વધી સીએજીઆરે એકધારી વૃદ્ધિ નોંધાવી છે. અમારો બજાર હિસ્સો કાર્ડની સંધ્યા અને ખર્ચની દષ્ટિએ સતત વધી રહ્યો છે.
કંપનીના ધ્યેય અને ભાવિ વિશે તેમણે ઉમેર્યું હતું કે અમે માનીએ છીએ કે ભારત ઝડપથી ડિજિટલ બની રહ્યો છે તેથી વધુ વૃદ્ધિ અને નાવીન્યતા માટે ઉત્તમ સંભાવના છે. અમે કક્ષામાં ઉત્તમ ચુકવણીનાં નિવારણો વિકસાવવા અને ગ્રાહક અનુભવ બહેતર બનાવવા માટે ટેકનોલોજીમાં નાવીન્યતા લાવવા અને રોકાણ કરવાનું ચાલુ રાખીશું. અમે ડિજિટલ પરિવર્તનનો નવો સ્તર પ્રેરિત કરવા અને બહેતર ગ્રાહક અનુભવ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેજિલન્સની સંભાવનાનો લાભ લેવા માટે બેહદ ખુશ છીએ. અમે માનીએ છીએ કે નવી પેઢીનો ગ્રાહક વર્ગ અમારે માટે વધુ એક મોટી તક છે. અમારી પાસે આ ગ્રાહકો માટે અજોડ પ્રોડક્ટો છે અને અમે આ નવી પેઢીના ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે નવી ભાગીદારીઓ રચવા, પ્રોડક્ટો અને ઓફરો નિર્માણ કરવા માટે અમારા પ્રયાસ ચાલુ રાખીશું. અમારા ગ્રાહકો માટે સતત મૂલ્ય નિર્માણ થકી અમે ભારતમાં પેમેન્ટ્સ ઈકોસિસ્ટમની પ્રગતિમાં યોગદાન આપવા સાથે અગ્રણી કાર્ડ જારીકર્તા તરીકે અમારું સ્થાન મજબૂત બનાવવા માટે ઉત્સુક છીએ.
નાણાકીય વર્ષ 2017થી 2018 સુધી છેલ્લા એક વર્ષમાં કંપનીએ સરેરાશ માસિક કાર્ડ ખર્ચમાં 75 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ નોંધાવી છે, જે ઉદ્યોગના વૃદ્ધિ દરની લગભગ બેગણી છે. ગ્રાહક મૂળનો બજાર હિસ્સો 15 ટકાથી 16 ટકાથી વધુ છે, જ્યારે કાર્ડ ખર્ચનો હિસ્સો 2017થી 2018 સુધી 13 ટકાથી 16 ટકાથી વધુ પહોંચ્યો છે.
એસબીઆઈ કાર્ડની એકધારી વૃદ્ધિએ વિવિધ પરિબળો પ્રેરિત કર્યાં છે. કંપનીએ મજબૂત પ્રીમિયમ પોર્ટફોલિયો નિર્માણ કર્યો છે, જે ખર્ચમાં નોંધનીય રીતે યોગદાન આપશે. એસબીઆઈ કાર્ડ ઈલાઈટ ટોચની કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટ છે, જ્યારે એસબીઆઈ કાર્ડ પ્રાઈમ શહેરી, યુવા સક્ષમ ગ્રાહકોને પહોંચી વળે છે. કંપનીના કો- બ્રાન્ડેડ કાર્ડ પોર્ટફોલિયોમાં ઉદ્યોગના વ્યાપક અને સૌથી વૈવિધ્યપૂર્ણનો સમાવેશ થાય છે, જે નોંધનીય વૃદ્ધિના પ્રેરક છે. એસબીઆઈ કાર્ડે હાલમાં જ તેનો મજબૂત ભાગીદાર પોર્ટફોલિયો બીપીસીએલ એસબીઆઈ કાર્ડ સાથે વિસ્તાર્યો છે, જે દેશનું સૌથી પુરસ્કૃત ઈંધણ કો- બ્રાન્ડ ક્રેડિટ કર્ડ છે. કંપની શ્રેણીઓ અને પ્રદેશોમાં સંલગ્નિતો સાથે તેનો કેશબેક પ્રોગ્રામ વધારવાનું ચાલુ રાખશે.