અમદાવાદ: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલી આ વર્ષના ટ્રાવેલ ટ્રેડ ફેર, (TTF) અમદાવાદની આવૃત્તિ ગતરોજ પુરા ઉત્સાહ સાથે સમાપ્ત થઈ હતી. આ પ્રદર્શન, ટ્રાવેલ ઉદ્યોગ માટે એક અસાધારણ મંચ સાબિત થયું હતું. ત્રણ દિવસની આ ઇવેન્ટને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો, જેણે આગામી તહેવારોની મુસાફરીની મોસમ માટે એક ઉચ્ચ સ્તરીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો. આ શોમાં ત્રણ દિવસના જીવંત વ્યવસાય નેટવર્કિંગ, ડેસ્ટિનેશન પ્રદર્શનો અને અર્થપૂર્ણ પ્રવાસ ઉદ્યોગ સંબંધોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી ટ્રાવેલ ટ્રેડ શો તરીકે, TTFની આ વર્ષની આવૃત્તિમાં 900 થી વધુ પ્રદર્શકો અને 15,000 થી વધુ B2B મુલાકાતીઓ એક જ પ્લેટફોર્મ પર એક સાથે એકત્રિત થયા હતા. જેનાથી ગુજરાતમાં અગ્રણી ટ્રાવેલ માર્કેટપ્લેસ તરીકે TTF નું સ્થાન અને તેની પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ હતી.
31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન, ચાર વિશાળ હોલમાં યોજાયેલા, “TTF અમદાવાદ 2025” શો માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળોની અસાધારણ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં 25+ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મજબૂત ભાગીદારી અને 30 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ સામેલ હતું.
આ શોનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના માનનીય મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી શ્રી મુલુભાઈ બેરા સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને અન્ય સહભાગી રાજ્યોના ટોચના પ્રવાસન અને સરકારી અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને મીડિયાકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતના કુલ પ્રવાસન ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 15.4% જેટલું છે અને બહાર જતા પ્રવાસીઓમાં પણ તેનો નોંધપાત્ર હિસ્સો છે. તેથી “TTF અમદાવાદ” આ અત્યંત ગતિપૂર્વક આગળ વધી રહેલા બજારમાં પ્રવેશવા અને તેનો લાભ લેવા માટે ટ્રાવેલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલું છે.
આ ત્રણ દિવસ દરમિયાન, TTF અમદાવાદ પ્રદર્શને શ્રીલંકા ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ, ઉત્તર પ્રદેશ ટુરિઝમ, ઉત્તરાખંડ ટુરિઝમ, જમ્મુ અને કાશ્મીર ટુરિઝમ, ગોવા ટુરિઝમ, ઓડિશા ટુરિઝમ, રાજસ્થાન ટુરિઝમ, પંજાબ ટુરિઝમ, કેરળ ટુરિઝમ, કર્ણાટક ટુરિઝમ, આસામ ટુરિઝમ, તમિલનાડુ ટુરિઝમ, છત્તીસગઢ ટુરિઝમ, મેઘાલય ટુરિઝમ, ત્રિપુરા ટુરિઝમ અને અન્ય અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુરિઝમ સંસ્થાઓ માટે નેટવર્કિંગ, સહયોગ અને ડીલને ફાઈનલ કરવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપી હતી.
આ ઉપરાંત, નોંધપાત્ર ખાનગી સહભાગીઓ જેવાં કે, હોલિડે મિકેનિક, પ્રવેગ લિમિટેડ, ધ ટ્રાવેલ નેક્સસ, વિન્ડહામ હોટેલ ગ્રુપ, બુકિંગ વિન્ડો, ટ્રાવેલ હાઇ, બાયન ગ્રુપ ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, બુકિંગ જંકશન, ટ્રાવેલ પ્લગ, ગ્લોબલ ટુરિઝમ ક્લબ, ટ્રુલી ઇન્ડિયા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ક્રૂઝ કેરોટ, શ્રી સિદ્ધિ ડીએમસી ટ્રાવેલ હબ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોયલ ઓર્કિડ હોટેલ્સ, ટ્રીટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોન્સેપ્ટ હોસ્પિટાલિટી, ઓટિલા ઇન્ટરનેશનલ, રેડિસન હોટેલ ગ્રુપ, હોલિડે સ્કેચર ડીએમસી ફોર બાલી સહિત અનેક સંસ્થાઓ અને એજન્સીઓએ તેમની બેસ્ટ ઓફર પ્રદર્શિત કરી હતી.
આ શોનો અંતિમ દિવસ, પુરસ્કાર વિતરણ અને સમાપન સમારોહ સાથે પૂરો થયો હતો. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શકો, પ્રવાસન બોર્ડ અને હિસ્સેદારોને તેમની સર્જનાત્મકતા, ઈનોવેશન અને કાર્યક્રમ દરમિયાન તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉત્સવપૂર્ણ સમાપન સમારોહે વાસ્તવમાં, TTF શ્રેણીની વધતી લોકપ્રિયતા દર્શાવી હતી અને પ્રાદેશિક પર્યટનને આકાર આપવામાં તેની વિસ્તરતી ભૂમિકા પર ઉલ્લેખનીય પ્રકાશ પાડ્યો હતો.
ફેરફેસ્ટ મીડિયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ શ્રી સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “TTF અમદાવાદ 2025, એ ગુજરાતના માર્કેટ અને ભારતના ટ્રાવેલ સેક્ટરનો અવિશ્વસનીય વિકાસ દર્શાવે છે. અમે, આવા વિશ્વ-સ્તરીય B2B પ્લેટફોર્મનું આયોજન કરીને ગૌરવ અનુભવીએ છીએ, જે ઉત્તમ વ્યવસાયિક પરિણામો પ્રદાન કરે છે તેમજ સમગ્ર ઉદ્યોગમાં મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપે છે. આ વર્ષે ખરેખર, અપેક્ષા કરતાં વધુ ઉર્જા, ઉત્સાહ અને ભાગીદારી જોવાં મળી છે.”
હવે આગળ, TTF સીરીઝ, તેની રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની સફર ચાલુ રાખશે. જેમાં આગામી આવૃત્તિઓ 11, 12 અને 13 ઓગસ્ટે TTF મુંબઈ; 11, 12 અને 13 સપ્ટેમ્બરે BLTM દિલ્હી; અને 19 અને 20 સપ્ટેમ્બરે TTF હૈદરાબાદ સામેલ છે. આ દરેક ઇવેન્ટ નેટવર્કિંગ, ડીલ-મેકિંગ અને આગળ રહેવા માટે નવા અવસર પ્રદાન કરે છે.