વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠન દ્વારા 21 જિલ્લાના 500 યુવાનોને પદભાર અપાયો, વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણમાં રહેશે કાર્યરત

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડીસેમ્બર – 2027 મા ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે કેન્દ્રીય યુવા સંગઠન દ્વારા આજે એક સાથે 21 જિલ્લાઓના હોદ્દેદારઓ તેમજ સભ્યશ્રીઓને પદભાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રણેતા એવમ પ્રમુખ આર.પી.પટેલના અધ્યક્ષ સ્થાને અને યુવા સંગઠનમાં ચેરમેન જીતુભાઈ પટેલ, પ્રભારી જયેશભાઈ ભુત તેમજ મહામંત્રી સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં સર્વે ઉમાસેવકોએ પદભાર ગ્રહણ કર્યો હતો. નવી જવાબદારીઓ સાથે યુવા શક્તિ વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે વધુ જાગૃત અને પ્રેરિત બને તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે યુવા શક્તિ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના ઉદ્દેશ્ય સાથે સામાજિક કાર્યોમાં કાર્યરત થાય અને વિશ્વઉમિયાધામના વૈશ્વિક સંગઠનના સહભાગી બને તે હેતું પદભાર અપાયો છે. વિશ્વઉમિયાધામની વિવિધ યોજનાઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે કાર્ય યુવા સંગઠનના મિત્રો કરશે

Share This Article