રસોઈમાં સ્વાદ વધારવા માટે ગૃહિણીઓ અલગ અલગ મસાલાઓનો ઉપયોગ કરતી હોય છે. જો કે આ મસાલાઓ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેના ઉપયોગથી ખોરાકને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ મસાલાઓમાં આદુ અને લણસનું નામ પણ સામેલ છે. આદુ-લસણનો વઘાર કરીને ખોરાકના સ્વાદમાં વધારો કરી શકાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે જે લસણનો ઉપયોગ કરો છે તે અસલી છે કે નકલી?
જો તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે, માર્કેટમાં દરેક વસ્તુઓ નકલી મળી રહી છે. એવામાં તમારા રસોડામાં રહેલું લસણ પણ નકલી હોય શકે છે. હવે સવાલ એ છે કે, તેની ઓળખ કેવી રીતે કરવી? તો આજે અમે તમને નકલી લસણની ઓળખ માટે 5 સરળ ઉપાય જણાવવા જઈ રહ્યાં છીએ.
અસલી લસણના મૂળ તેની સાથે જોડાયેલા હોય છે. જ્યારે નકલી લસણમાં મૂળ જોવા મળતા નથી.
અસલી લસણના છોતરા કાગળ જેવા પાતળા અને સફેદ હોય છે. જેને સરળતાથી ફોલી શકાય છે. નકલી લસણના છતરા જાડા અને પ્લાસ્ટિક જેવા હોય છે. એનો અર્થ એ છે કે, તેના પર બ્લિચિંગ કરવામાં આવ્યુ છે.
અસલી લસણ સાઇઝ અનુસાર કડક અને ભારે લાગે છે. જો કે, જ્યારે નકલી લસણ હકલુ અને નરમ હોય છે. જે તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવે છે.
અસલી લસણની કળીઓ કોઇપણ ગેપ વગર એક બીજા સાથે ટાઇટ રીતે ચોંટેલી હોય છે. જો લસણની કળીઓ ઢીલી અને સામાન્ય સાઇઝથી મોટી છે તો તે લસણ નકલી હોઈ શકે છે.
લસણની તીવ્ર અને તીખી સુગંધ હોવી જોઈએ. જો તેમાં હલકી કે નકલી સુગંધ છે. તો તે તાજુ નથી એટલું જ નહીં તે નકલી પણ હોઈ શકે છે.