કચ્છમાં રેર ઓફ ધ રેરેસ્ટ કેસ, 10 વર્ષની બાળકીનું દુર્લભ ટ્યુમર સફળ ઓપરેશન, આખા વિશ્વમાં માત્ર 30 કેસ નોંધાયા છે

Rudra
By Rudra 2 Min Read

કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં અને સોનોગ્રાફીમાં પણ ટ્યુમર યથાવત જણાતા, તેને વધુ સારવાર માટે અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી. જીસીએસ હોસ્પિટલ ખાતે ડૉ. સંકેત દેસાઈ (કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી) અને ડૉ. જતીન જાદવ (પીડિયાટ્રિક સર્જન) ની આગેવાની હેઠળ આ સર્જરી કરાઈ.

જીસીએસ હોસ્પિટલમાં ડિટેઇલ્ડ ઇમેજિંગ (એમઆરઆઈ) જેવા આધુનિક સ્કેનિંગ બાદ જાણવા મળ્યું કે બાળકી પ્રિસેક્રલ ગેંગલિઓન્યુરોમા નામના દુર્લભ અને બિન-કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમરથી પીડાઈ રહી છે- આ એક ટ્યુમર છે જે ખૂબ અસામાન્ય છે કારણકે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકો બંનેમાં 30 થી ઓછા કેસ નોંધાયા છે. તેમાંથી પણ માત્ર 6–8 કેસ બાળકોમાં નોંધાયા છે, જે આ કેસને ખૂબ જ વિલક્ષણ અને તબીબી દૃષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે.

આ ગાંઠ મૂત્રાશય અને મળાશયની નજીક પેલ્વિક કેવિટીમાં ડે સુધી ઉદ્ભવી હતી, જેનું કદ 10 x 10 x 7.5 સે.મી. હતું. જેના કારણે ઓપરેશન ખૂબ જ સંવેદનશીલ હતું, કારણકે નસોને નુકશાન થવાની શક્યતા ઊંચી હતી.અને મોટા આંતરડા સાથે ચોંટેલી હતી તેને પણ નુકશાન કાર્ય વિના ત્યાંથી છૂટી પાડી હતી.

જીસીએસ હોસ્પિટલ ખાતે ડૉ. સંકેત દેસાઈ (કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી) અને ડૉ. જતીન જાદવ (પીડિયાટ્રિક સર્જન) ની આગેવાની હેઠળ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. ટ્યુમરને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું અને બાળકીના પેશાબ તથા મળમૂત્રના કાર્યને સંપૂર્ણ જાળવી રાખવામાં આવ્યું. હાલ બાળક તંદુરસ્ત છે અને કોઈ જ જટિલતા વિના સ્વસ્થ થઈ રહેલ છે.

પ્રિસેક્રલ ગેંગલિઓન્યુરોમા એ દુર્લભ ટ્યુમર છે જે સિમ્પેથેટિક નર્વસ ટિસ્યૂ ઉદ્ભવે છે. આ શરૂઆતમાં કોઈ લક્ષણો આપ્યા વિના મોટા કદમાં વિકસે છે. વૈશ્વિક સ્તરે, આ ગાંઠો કરોડરજ્જુ, રેટ્રોપેરીટોનિયમ અને પેલ્વિસમાં જોવા મળે છે – બાળકોમાં પેલ્વિસ વિસ્તારમાં આવો ટ્યુમર દેખાવું અત્યંત દુર્લભ છે.

Share This Article