અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ૪૦-૪૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના મોટાભાગના પોર્ટ ઉપર નંબર ૧ નું સિગ્નલ આપવામાં આવ્યું છે. વોલમાર્ક સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આજે ધીમે મુવમેન્ટ કોંકણથી પૂર્વીય દિશામાં ગતિમાન કરશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર દીવમાં ભારે વરસાદના કારણે ઓરેજન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતન તેમજ કચ્છ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશન આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી ૪૦ કિમી દૂર સક્રિય છે. આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતિ રાજ્યમાં ૩૫-૫૦ કિમી પ્રતિ કલાકની રહેશે. કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રીતે ૧૫ જૂન આસપાસ હોય છે.
મહત્વનું છે કે, આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળમાં પહોંચી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનના સતત ફેરફારોથી ક્લાઈટમેન્ટ ચેન્જના કારણે હવામાન હવે અનિશ્ચિત થઈ રહ્યું છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે? અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેતા ચોમાસાના પવનો વધુને વધુ સક્રિય બન્યા છે. હવામાન વિભાગ અનુસાર અરબ સાગરની ઉપર એક લો પ્રેશર સિસ્ટમ બની છે.