યુવતિઓ ઓફિસ ડ્રેસિંગને લઈને બહુ કોન્શિયસ રહે છે. આ પહેરીશ તો કેવી લાગશે…સર શું કહેશે…સ્ટાફ મારા ડ્રેસિંગની ટીકા તો નહીં કરે ને….વગેરે વગેરે…. એક સમય હતો જ્યારે ઓફિસ ડ્રેસિંગ એટલે ફોર્મલ વેર કે યુનિફોર્મ જેવા કપડાં પહેરાતા. હવે તેમાં ઘણી છૂટછાટ લેવાય છે. આજકાલ ડિઝાઈનર કલેક્શને પણ ઓફિસ વેરમાં ઝંપલાવ્યું છે. આટલી કોન્શિયસનેસ હોવા છતાં આજે પણ યુવતિઓ દ્વારા ઓફિસ ડ્રેસિંગમાં ક્ષતિ રહી જતી હોય છે.
ઓફિસ ડ્રેસિંગ એકદમ ડિસન્ટ હોવુ જોઈએ. ઓફિસમાં પહેરાતા કપડાં કમફર્ટેબલ હોવા જોઈએ. જો ઓફિસ ડ્રેસ કમ્ફર્ટ નહીં હોય તો આઠ- નવ કલાક તમે એ ડ્રેસ સાથે કંટાળી જશો. માત્ર કપડાં જ નહીં ફૂટવેર પણ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ઓફિસ એટિકેટ્સમાં પહેલી વસ્તુ એ કે જ્યારે તમે ફૂટવેર પસંદ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે જે ફૂટવેર આગળથી બંધ હોય તેમાં જ સોક્સ પહેરો. સેન્ડલ કે ફ્લોટર્સમાં સોક્સ પહેરવાનું ટાળો. ઓફિસમાં સ્લીપર્સ તો બિલકૂલ ન પહેરો.
ઓફિસમાં છમછમ કરતાં બ્રેસલેટ કે ઝાંઝરા પહેરવાનું ટાળું…કામમાં ખલેલ પહોંચાડે છે અને સૌનું ધ્યાન ખેંચે છે. અન્ય જ્વેલરીમાં પણ મેંચિંગનાં દરેક પીસ ઓફિસમાં એક સાથે પહેરવાની જરૂર નથી. તમે ખાલી નેકપીસ અથવા તો ઈયરીંગ્સ કે બ્રેસલેટ પહેરી શકો છો, પણ એક જ દિવસે બધુ એક સાથે પહેરશો તો ઓફિસમાં વધારે પડતુ લાગશે.
ઓફિસમાં લહેરાતા દુપટ્ટા, સાડીનાં લહેરાતા છેડા કે વધુ ઘેરવાળા ડ્રેસ પહેરવાનું ટાળો. મેકઅપમાં પણ ઓફિસમાં નોનસ્ટીકી બેઝ કરી દો. આજકાલ માર્કેટમાં 9 to 5 ચાલે તેવી મેકઅપ પ્રોડક્ટ્સ પણ મળી રહે છે તે યુઝ કરી શકો છો. ઓફિસમાં ઈવનીંગ પાર્ટી સિવાય ક્યારેય ગ્લીટર આઈમેક યુઝ ન કરો. ઘણાં લોકો માત્ર એક હાથમાં નેઈલ પેઈન્ટ લગાવે છે, જે વધુ ખરાબ લાગે છે. જો એટલા જ હાઈજીન કોન્શિયસ હોય તો બંને હાથમાં ન લગાવવી જોઈએ. નેઈલ પ્રોપર શેપમાં હોવા જોઈએ. ઓફિસમાં ચમકતી હેર એક્સેસરી પહેરવાનું ટાળવું જોઈએ. આ બેઝિક વસ્તુઓ છે જે ઓફિસ ડ્રેસિંગમાં ધ્યાન રાખવા જેવી છે.