વડોદરા : વડોદરા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપુરાઈ થઈને મુંબઈ તરફ જવાની છે તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ટ્રકોનું ચેકિંગ કર્યું હતું ત્યારે એક ટ્રકમાંથી કોથળાઓ નીચેથી દારૂના 311 નંગ બોક્સ મળી આવ્યા હતા. જેમાં કરવું અંદર લાખની કિંમતની 10,788 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર રમેશ અર્જુન રામ ખીલેરીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા પકડવામાં આવેલ ડ્રાઈવર બાડમેર, રાજસ્થાન નો રહેવાસી છે.
આ દારૂનો જથ્થો અનિલકુમાર ઢાકા (ચોહટન, બાડમેર રાજસ્થાન) એ મોકલ્યો હોવાની અને હેમંત ધાકા નામનો શખ્સ સંપર્કમાં રહેવાનો હતો તેમજ તેના કહેવા મુજબ દારૂની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.