* રાગ તિલંગ *
સુ. દલાલનું એક મસ્ત અછાંદસ છે.
ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….
પ્રેમનો અનુભવ તો પ્રથમ વરસાદે જ્યારે માટીમાંથી જે ભીની ભીની સુગંધ આવતી હોય અને મેઘધનુષી ભાવો સમગ્ર માનસપટ પર અંકિત થીજાય અને સાથે સતત, અવિરત, એ જ આહલાદક સોડમ, ટાઢક આપ્યા જ કરે.
જીવનના તમામ દુઃખ-દર્દ જ્યાં ઓગળી જતા હોય અને એ અનોખો આત્મિક ભાવ, સંવેદનાઓ તમારા સમગ્ર અસ્તિત્વને કાર્ડિયોગ્રામના રિપોર્ટ માફક ઝીગઝેગ મોડ પર લાવીને ધબકતું કરી દે એનું નામ પ્રેમ.
મિત્રો, દુલારા દામ્પત્ય માટે તો કબાટ ભરીને લખાયુ છે…. તેમ પ્રેમ માટે પણ સમગ્ર યુનિવર્સ પણ ઓછું પડે એટલું લખાયું છે.
ખલિલ જિબ્રાનથી લઈને સુરેશ દલાલ સુધીના લેખકો એ દામ્પત્યની સ્વતંત્ર વ્યાખ્યા રજૂ કરી છે.
અહીં ઉપરોકત ભૂમિકા બાંધવા પાછળ રાગ તિલંગ બેઇઝડ રચનાઓ કહી શકાય. જેમકે ફિલ્મ મહેબૂબ કી મહેંદીનું ગીત ઇતના તો યાદ હે મુજે કે ઉનસે મુલાકાત હે.
મિત્રો, ઉંમરના એક પડાવે સ્ત્રી/પુરુષને એક બીજાનો પ્રેમ આદતમા પરિણમે છે… પછી તમે સ્પષ્ટ જોઈ શકો કે વનપ્રવેશ કર્યા બાદના ઝગડાઓ પણ અનાનસ જેવા જ લાગે… બહારથી ભલે એક બીજા માટે મતભેદ ઉભા હોય, કિન્તુ એ પણ એક પ્રેમની જ નિશાની હોય છે. ગુણવંત શાહ નું જ એક વાક્ય છે… “રસ ઐક્યથી મહેકતુ લગ્નજીવન અત્યંત સુંદર ઘટના છે. એમાં જ્યારે પાતાળકૂવાના ઊંડાણમાંથી પ્રેમનો ઝરો ફુટે છે ત્યારે તો ઘડપણને ચાર ચાંદ લાગી જાય છે…
એક મસ્ત મજાનું ગીત સંલગ્ન યાદ આવી ગયું.
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું: હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ.
સુરેશ દલાલના આ પ્રકારના ગીતો આપણા વડીલ મિત્રો ને એમના સમય ના સુખદ સંસ્મરણો યાદ આવી જશે.
આરોહ : સા ગ મ પ નિ સા
અવરોહ : સા નિ (કોમળ) પ મ ગ સા
વાદી : ગ.
સંવાદી : નિ.
જાતિ : શાડવ-શાડવ
થાટ : ખમાજ
સમય : રાત્રીનો બીજો પ્રહર.
મિત્રો, રાગ તિલંગ બેઇઝડ કઇંક આવા જ ગીતો ની રચના થઈ છે.
ફિલ્મ શબાબનું ગીત યહી અરમાન લેકર આજ હમ અપને ઘર સે નિકલે ઉપરોક્ત રાગ બેઇઝડ છે. ખાં અબ્દુલ કરીમ ખાં સાહેબની જાણીતી તિલંગ ઠુમરી જેના શબ્દો છે. તુમ કાહે કો નૈના લગાયે ના આધારે જ ઉપરોક્ત ગીત ની રચના થઈ હોવી જોઈએ. ફિલ્મ શબાબનું ગીત યહી અરમાન લેકર આજ તથા ફિલ્મ શર્મિલી નું ગીત કૈસે કહે હમ પ્યાર ને હમકો પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે. ફિલ્મ અનિતાનું ગીત તુમ બિન જીવન કૈસે બીતા, પૂછો મેરે દિલ સે જે મુકેશ દ્વારા ગવાયેલું છે તેય રાગ તિલંગની અદ્ભૂત રચના છે. ફિલ્મ દો રાસ્તેનું ગીત છૂપ ગયે સારે નઝારે ઓય કયા બાત પણ આજ રાગ ની રચના છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ કરેલું અને મનહર ઉદાસના કંઠે ગવાયેલું કોક વાર આવતા ને જાતા મળો રાગ તિલંગ ની સરસ રચના છે.
અન્ય રચનાઓ માં, ફિલ્મ
(૧) મહેબૂબ કી મહેંદી નું ગીત ઇતના તો યાદ હે મુજે…
(૨) ફિલ્મ દેખ કબીરા રોયા નું ગીત લગન તોસે લાગી બલમા…
(૩) ફિલ્મ દીદાર નું ગીત મેરી કહાની ભૂલને વાલે…
(૪) ફિલ્મ મૈ નશે મેં હું નું ગીત સજના સંગ કાહે નૈના લાગે…
(૫) ફિલ્મ એ ગુલિસ્તાન હમારા નું ગીત ગોરી ગોરી ગાઓં કી ગોરી…
ઉપરોક્ત ગીતો પણ રાગ તિલંગ બેઇઝડ રચના છે….
તો ચાલો મિત્રો, જીવનવસંત ને સદૈવ અગ્રીમતા આપતો રાગ તિલંગ ની રચના સાંભળીયે.
Movie/album: यह गुलिस्तां हमारा
Singers: किशोर कुमार
Song Lyricists: आनंद बक्शी
Music Composer: सचिन देव बर्मन
Music Director: सचिन देव बर्मन
Music Label: सारेगामा
गोरी गोरी गाओं की गोरी रे,
किस लिए बन रही डोरि रे..
ओ पिया,
भागे जो करिके तू चोरी रे,
गोरी गोरी गाओं की गोरी रे..
कच्चे हैं तेरे यह रेशम के धागे,
टूट जाए जो कोई तोड़के भागे,
जब से सैय्या,
पीछे पीछे मै हु,
खींचे चले आओगे,
जाके देखो तोह बरजोरी रे,
ओ पिया,
मई तोह उड़ जाऊँगा इक पंछी जैसे,
मुझे तू बंदी बना लेगी कैसे,
तुझे मैं बन्दी बना लूंगी कैसे,
सैय्यन,
तोरे होंठो से लग जाऊंगी मैं,
बनके बंसुरिया तोरि रे,
ओ पिया,
मई हु परदेसी,
मई हु परदेसी,
चला जाना है,तेरा रास्ता देखेंगे मेरे नैना,
यु ही दिन बीतेगा,
चाहे छुप जा तू घटाओ में चंदा,
ढूंढ ही लेगी यह चकोरी रे,
ओ पिया,
किस लिए बन रही डोरि रे,
ओ पिया,
भागे जो करिके तू चोरी रे,
આર્ટીકલ:- મૌલિક સી. જોશી