અમદાવાદ : વિસામો કિડ્સ વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ આશ્રય ગૃહ છે, ત્યાંના બાળકોના એક જૂથનો અમદાવાદમાં આકાશવાણી કાર્યાલય (ઓલ ઇન્ડિયા રેડિયો)નો પ્રાયોગિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડિંગ મુલાકાતનું આયોજન દર વર્ષે 27 ફેબ્રુઆરીએ ઉજવાતા વિશ્વ NGO દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
બાળકોએ સ્ટુડિયોની મુલાકાત લીધી અને રેડિયો પર થતા રેકોર્ડિંગ અને પડદા પાછળનો અનુભવ મેળવ્યો હતો. બાળકો પ્રોફેશનલ ઓડિયો રેકોર્ડિંગ કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખ્યા અને તેમની પોતાની વાર્તાઓ પણ રેકોર્ડ કરી. આ મુલાકાત બાળકો માટે એક ઉમદા અનુભવ હતો, જે તેમને ભવિષ્ય માટે નવી શક્યતાઓથી પ્રેરણા આપતો હતો.