બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ ટક્કર થતાં સાત લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, એમ મસૌરી સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસરે સોમવારે જણાવ્યું હતું.
આ અકસ્માત અંગે મસૌરી એસડીપીઓના જણાવ્યા અનુસાર, “મોડી રાત્રે પટનાના મસૌરીમાં નૂરા પુલ પર એક ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા હતા. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક અને રિક્ષા બંને પુલ પરથી નીચે પડી ગયા.
મોડી રાત્રે થયેલ આ અકસ્માત બાબતે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ પીડિતોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. એસડીપીઓએ કહ્યું, “અથડામણમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રિક્ષામાં સવાર બધા લોકો મજૂર હતા. આ લોકો પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. પટનામાં મજૂરી કામ કર્યા પછી, આ લોકો તારેગ્ના સ્ટેશન પર ઉતર્યા. આ લોકો અહીંથી ટેમ્પો દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પીટવાન તરફ જઈ રહેલી રેતી ભરેલી ટ્રકનો એક્સલ તૂટી ગયો અને ટ્રકે સંતુલન ગુમાવ્યું અને રિક્ષા સાથે અથડાઈ ગઈ.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં જેમની ઓળખ થઈ હોય તેમની યાદી :
રિક્ષા ડ્રાઈવર સુશીલ રામ, ઉંમર 30 વર્ષ
સૂરજ ઠાકુર, ઉંમર 20 વર્ષ
માતેન્દ્ર બિંદ, ઉંમર 30 વર્ષ
ઉમેશ બિંદ, ઉંમર 30 વર્ષ
રમેશ બિંદ, ઉંમર 40 વર્ષ
વિનય બિંદ, ઉંમર 40 વર્ષ