ભારતની પ્રથમ વૈશ્વિક ટેકનોલોજી ઓઈએમ અને અવ્વલ આઈઓટી બ્રાન્ડ સ્માર્ટ્રોને તેનું પ્રથમ પહેરી શકાય તેવું ઉપકરણ ટીબેન્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. થાક અને તાણનાં અજોડ પરિબળોનું માપન કરતી ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી) અને બીપી (બ્લડ પ્રેશર) દેખરેખ જેવી અનોખી વિશિષ્ટતાઓ સાથે ટીબેન્ડ ૧૩ મે, ૨૦૧૮થી મધરાત્રે ૧૨.૦૧ વાગ્યાથી ખાસ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે.
ટીબેન્ડ લોન્ચ કરતાં સ્માર્ટ્રોનના પ્રેસિડેન્ટ અને કો- ફાઉન્ડર રોહિત રાઠીએ જણાવ્યું હતું કે સ્માર્ટ્રોનમાં અમે એવી પ્રોડક્ટો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે અત્યાધુનિક ટેકનોલોજીથી યુક્ત હોય અને અમારા ગ્રાહકોને સેવાઓ અને નિવારણોની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે. ટીબેન્ડ સાથે અમે ઉચ્ચ કક્ષામાં પ્રોડક્ટોમાં પણ નથી મળતી તેવી ઈસીજી અને બીપી દેખરેખ જેવી શ્રેણીમાં સૌપ્રથમ વિશિષ્ટતા રજૂ કરી છે. અમે મજબૂત ટ્રોન્ક્સ હેલ્થ પોર્ટફોલિયો નિર્માણ કરવા માગીએ છીએ અને તે દિશામાં આ અમારું પ્રથમ પગલું છે. અમને આશા છે કે આ લોન્ચ સાથે આરોગ્ય આસપાસ થતા વાર્તાલાપમાં બદલાવ આવશે. ટીબેન્ડ એવા લોકો માટે નિર્માણ કરવામાં આવ્યો છે જેઓ તેમની પ્રવૃત્તિ અથવા કેલરીની સંખ્યાનું પગેરું રાખવા માગે છે અને અમારા હેલ્થ ઈન્ડેક્સ થકી આલેખિત કરતું પરિપૂર્ણ હેલ્થ ઈન્ડિકેટર પણ હોય તેવું ચાહે છે. ટીબેન્ડ કલાક દીઠ એચઆરમ, નિદ્રા કાર્યક્ષમતા, તાણ અને થાકની દેખરેખ જેવી વિશિષ્ટતા પણ લાવી છે, જે બધું જ આરોગ્યવર્ધક જીવન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
આજના યુગમાં વેલનેસ અને હેલ્થ મુખ્ય ચિંતાનો વિષય છે. આજે ફક્ત તંદુરસ્ત રહેવું જરૂરી નથી, પરંતુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક આરોગ્ય સુમેળ સાધીને આરોગ્યવર્ધક રહેવાનું મહત્ત્વપૂર્ણ છે. આથી કોઈ પણ સમયે વેલનેસનું એકધાર્યું પગેરું રાખવામાં મદદરૂપ થવા માટે અસરકારક આરોગ્ય વ્યવસ્થાપન મંચ ધરાવવાનું મહત્ત્વપૂર્ણ છે. સ્માર્ટ્રોનનો ટીબેન્ડ સાથે ટીહેલ્થ એપ ઉપભોક્તાઓને એકંદર આરોગ્યનો ઈન્ડેક્સ સ્કોર આપે છે, જે પ્રવૃત્તિઓનું પગેરું રાખતું, કેલરી સંખ્યા, ઊંઘવાની શૈલી, તાણ અને થાકનો સ્તર તેમ જ બ્લડ પ્રેશર અને હાર્ટના હેલ્થની પ્રવૃત્તિનું સંયોજન છે.
ઈસીજી અને બીપી દેખરેખ સુવિધા ઉપરાંત ટીબેન્ડ એકધારી રીતે હાર્ટનો દર અને આરામ કરવા સમયે હાર્ટનો દર માપવાની ક્ષમતા ધરાવે છે. મૂળભૂત ફિટનેસનાં પરિમાણો, જેમ કે, કેલરી કેટલી બાળી, કેટલાં પગલાં ચાલ્યાં અને દોડવાનું અંતર, ઊંઘનું પગેરું રાખવા સાથે ટીબેન્ડ ઊંઘવાની શૈલી અને કાર્યક્ષમતા પણ આલેખિત કરે છે. તે ઉપભોક્તાઓને ઊઠવા માટે કસ્ટમાઈઝેબલ એલર્ટસ, દવાની યાદગીરી, ડીએનડી વિકલ્પ, અસક્રિય અને એસઓએસ એલર્ટસ, એસએમએસ અને કોલ નોટિફિકેશન્સ સાથે તેને કે તેણીને દિવસભર મદદરૂપ થાય છે.
ટીબેન્ડ ૧૮ મીમી ચેન્જિયેબલ વોચ સ્ટ્રેપ્સ સાથે કસ્ટમાઈઝેશન માટે વિકલ્પ સાથે આકર્ષક ડિઝાઈન ધરાવે છે, જેથી તે સ્ટાઈલિશ એસેસરી બની જાય છે. ટીબેન્ડ આઈપી 67 રેટિંગ પણ ધરાવે છે, જે તેને ધૂળ અને પાણી પ્રતિરોધક બનાવે છે. બેન્ડ આઈઓએસ અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ સાથે અભિમુખ છે, જેમાં 100 એમએએચ એલઆઈ બેટરી સાથે ઓએલઈડી ડિસ્પ્લે છે, જે નોટિફિકેશન્સ અને ઉપયોગને આધારે 2-4 દિવસ ચાલે છે.
ફ્લિપકાર્ટ ખાતે ઈલેક્ટ્રોનિક્સના હેડ અને સિનિયર ડાયરેક્ટર હરી કુમારે જણાવ્યું હતું કે વેરેબલ્સ હાલમાં ભારતમાં 3.5 મિલિયનનો ઉદ્યોગ છે અને વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. ઓનલાઈનનું વોલ્યુમથી આ ઉદ્યોગમાં યોગદાન 80 ટકાથી વધુ છે અને અમને ટ્રેકિંગ અને મોનિટરિંગ બેઝિક સ્ટેટ્સથી પાર જતાં સ્માર્ટ વેરેબલ્સમાં ભરપૂર રસ જોવા મળ્યો છે. ઈસીજી અને બીપી મોનિટરિંગ જેવી તેની શ્રેણીમાં સૌપ્રથમ વિશિષ્ટતા ધરાવતા સ્માર્ટ્રોન ટીબેન્ડ સાથે અમે શ્રેણીને આગળ વધારવા માગીએ છીએ અને ગ્રાહકોને નવી અને નાવીન્યપૂર્ણ વિશિષ્ટતાઓ સાથે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટો ઓફર કરવા માગીએ છીએ. અમને સ્માર્ટ્રોનના નવા વેરેબલ લોન્ચ માટે ખાસ ભાગીદાર બનવાની બેહદ ખુશી છે, જે ટીબેન્ડ માટે ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદના રૂપમાં અમને જોવા મળશે. અમને આ શ્રેણીમાં ભરપૂર માગણી જોવા મળી છે અને તેથી આ ભાગીદારી વધુ મજબૂત બનાવવા અને આવી ઘણી બધી લોન્ચ ઓફર સાથે બહેતર શોપિંગ અનુભવ આપવા માટે સ્માર્ટ્રોન સાથે નિકટતાથી કામ કરવા માટે ઉત્સુક છીએ.
ટીબેન્ડ ટ્રોન્ક્સ હેલ્થ ઈકોસિસ્ટમ નિર્માણ કરવાની દિશામાં સ્માર્ટ્રોનનું પ્રથમ પગલું છે. આ લોન્ચ સાથે સ્માર્ટ્રોન ડિવાઈસ આસપાસ સર્વિસીસ મંચ ઓફર કરવા માટે ઘણા બધા હેલ્થ પાર્ટનર્સને પણ જોડે લાવશે. અમુક મુખ્ય પાર્ટનર બ્રાન્ડ્સમાં પોર્ટિયા, તલવલકર્સ, ગ્રોફિટર, ફીટએપાર્ટ, હેલ્થસાઈન્ઝનો સમાવેશ થાય છે. સ્માર્ટ્રોન આ ભાગીદારી હોસ્પિટલો, ફાર્મસીઓ અને ડોક્ટર એપોન્ટમેન્ટ્સ સુધી વિસ્તારવાની પણ યોજના ધરાવે છે.
ટીબેન્ડ ૧૩ મે, ૨૦૧૮ના મધરાત્રે ૧૨.૦૧ વાગ્યાથી આરંભ કરતાં ફ્લિપકાર્ટ પર ખાસ મળશે. લોન્ચ ઓફર તરીકે ટીબેન્ડ બધી ખરીદદારો માટે વધારાના પ્રીમિયમ લેધર સ્ટ્રેપ સાથે પણ મળશે.