અમદાવાદ : લગભગ અઢી મહિના અગાઉ એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ 2 દર્દીનું મોત થતાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરી એક વાર ચર્ચામાં આવી. જેને લઇને અનેક ખુલાસા થયા હતા. આ કેસમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે આજે ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થયું છે. કડીના બોરીસણા ગામના 72 વર્ષીય વૃદ્ધની એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ મોત થયું છે.
અઢી મહિના પહેલા કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ બાદ 19 જેટલા દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં બે દર્દીના મોત નીપજ્યાં હતા. બે દર્દીના મોત બાદ હોબાળો મચ્યો હતો અને ખ્યાતિ હોસ્પિટલના તબીબો તેમજ સંચાલકો સામે ગુનો દાખલ કરાયો હતો.
બોરીસણાના 92 વર્ષીય કાંતીભાઈ પટેલે પણ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી અઢી મહિના પહેલા કરવામાં આવી હતી. એન્જીયોગ્રાફી કરવામાં આવ્યા બાદ અઢી મહિનાથી તેમનું સ્વાસ્થ્ય સારુ રહેતું ન હતું. જેથી પરિવારજનો અલગ-અલગ હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ગઇકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.