કેરળમાં મૃત્યુ પામેલા અને મડદાઘરમાં મૂકી દેવાયેલા વ્યક્તિને અચાનક હોશ આવી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના કન્નૂરની એકેજી હોસ્પિટલમાં બની હતી. મૃતક માની લેવાયેલા વૃદ્ધનો મૃતદેહ મડદાઘર લઈ જવાઈ રહ્યો હતો. તેના થોડા સમય પહેલા તેને ચમત્કારિક રીતે હોશ આવી ગયો. કન્નૂર જિલ્લાના પચાપોઇકાના રહેવાસી 67 વર્ષના પવિત્રનના ફરીથી જીવતા થવાથી આખું કુટુંબ હેરાન છે. પચાપોઇકાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી, પરંતુ તેના બરોબર પહેલા તે જીવતા થઈ ગયા. મંગળવારના અખબારમાં તેમને શ્રદ્ધાંજલિ પણ અપાઈ ગઈ હતી. તેના પછી કેલાય લોકો તેમના મૃત્યુનો શોક વ્યક્ત કરવા તેમના ઘરે ગયા હતા અને ત્યાં તે જીવતા બેઠેલા જોવા મળ્યા હતા.
67 વર્ષના પવિત્રના મૃતદેહને કામચાઉ ધોરણે મડધાઘરમાં લઈ જવાતો હતો, જેથી પછી તેમના અગ્નિસંસ્કાર કરી શકાય.તેમના મૃતદેહને મડદાઘરમાં જોવામાં આવી રહ્યો હતો તે સમયે એટેન્ડન્ટે તેમના હાથમાં થોડી હલચલ જોઈ. તેણે જણાવ્યું હતુંકે તેણે પવિત્રની હાથમાં થોડી હલચલ જોતાં મેં તરત હોસ્પિટલના બીજા ડોક્ટરોને અને તેમના સગાસંબંધીઓને તેના અંગે જાણ કરી હતી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પવિત્રને તરત જ હોસ્પિટલ લઈ જવાયો, તે હજી પણ આઇસીયુમાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે. પવિત્રને હૃદય અને ફેફસાને લગતી અનેક બીમારીઓ હતી અને કર્ણાટકના મેંગ્લુરુમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. હોસ્પિટલમાં તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા, પરંતુ વધારે ખર્ચના લીધે તેમના કુટુંબે તેમને ઘરે પરત લઈ જવાનો ર્નિણય લીધો. સગાસંબંધીઓએ જણાવ્યું હતું કે વેન્ટિલેટર ઉપરાંત સપોર્ટ વગર તે માંડ દસ મિનિટ જીવી શકશે. ટૂંકમાં વેન્ટિલેટર હટાવાતા તેમનું મૃત્યુ થશે. તેના પછી કુટુંબે કઠણ મને વેન્ટિલેટર હટાવવાનો ર્નિણય કર્યો હતો.
કુટુંબના સૂત્રોએ જણાવ્યું કે હોસ્પિટલથી પરત આવ્યા પછી તેમણે આંખો ખોલી ન હતી, બીપી પણ ઓછું હતું. પવિત્રની પત્ની અને બહેન પણ એમ્બ્યુલન્સમાં જોડે હતા. તેઓ મૃતદેહને મડદાઘરમાં રાખવા એકેજી હોસ્પિટલ લાવ્યા અને મંગળવારે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી. હોસ્પિટલના એટેન્ડન્ટે જણાવ્યું હતું કે મારા ઉપરાંત ઇલેક્ટ્રિશિયને જોયું હતું કે મૃતકની આંગળીઓ હલી રહી હતી. અમે તરત જ ડોક્ટર અને સગાસંબંધીઓને તેની સૂચના આપી. પવિત્રને તરત જ આઇસીયુમાં શિફ્ટ કરાયા, હજી પણ તેની સ્થિતિ ગંભીર છે.